પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જુના મંદિરના પગથિયા પાસેથી હટાવેલ જૈન તિર્થકરોની મૂર્તિઓ પૂન: સ્થાપિત કરાઈ

પાવાગઢ,પાવાગઢ મંદિર તરફના જુના પગથિયા પાસે જૈન તિર્થકરોની મૂર્તિ હટાવવા મામલે જીલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે, તમામ પ્રતિમાઓ પુરા સન્માન સાથે પૂન: સ્થાપિત કરી દેવામાં આવશે.

પાવાગઢ મંદિર તરફના જુના પગથિયા પાસે જૈન તિર્થકરોની મૂર્તિઓ હટાવી દેવામાં આવતાં રાજ્યભરમાંં જૈન સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. તેમાં પણ પગથિયા હટાવવાની સાથે મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજમાં રોષ જોવા મળ્યો અને જૈન સમાજ દ્વારા પાવાગઢ પોલીસને આવેદન આપવામાં આવ્યું હતુંં અને જે જગ્યાએ મૂર્તિઓ હતી ત્યાં પૂન: સ્થાપિત કરાય તેવી માંગ કરી હતી. ધાર્મિક લાગણી ન દુભાઈ તે પ્રત્યે સરકાર અને સ્થાનિક પ્રસાશન સંવેદનશીલ હોય જેથી જૈન સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જીલ્લા કલેકટર આશીષકુમાર દ્વારા જુના પગથિયા પાસેથી જૈન તિર્થકરોની મૂર્તિ હટાવાઈ છે. તે પૂન: સન્માન સાથે પૂન: સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરાઈ હતી અને હટાવવામાં આવેલ પ્રતિમાઓ પૂન: સ્થાપિત કરાઈ છે. સાથે સમગ્ર મામલે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.