દાહોદ જમીન કૌભાંડમાં શૈષવ પરીખના રીમાન્ડ પુરા થતાં જયુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો

દાહોદ,દાહોદમાં જમીન કૌંભાંડ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ શૈષવ પરીખના આજે 09 દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસે તેને જ્યુડીશીયલ ડસ્ટડીમાં મોકલી આપ્યો હતો ત્યારે જાણવા મળ્યાં અનુસાર, શૈષવ પરીખ દ્વારા નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરતાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

દાહોદનો બહુચર્ચિત નકલી એનએ પ્રકરણમાં એકપછી એક આરોપીઓ પોલીસ સકંજામાં આવી રહ્યાં છે. ખેતીની જમીનોને બીન ખેતીમાં ફેરવી નકલી એનએ દસ્તાવેજો ઉભા કરવાના આ કૌંભાંડોમાં દાહોદ બી ડિવીઝન અને એ ડિવીઝનમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાંતાં પોલીસે આ બંન્ને પ્રકરણમાં કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. જેમાં ઝકરીયા ટેલર, શૈષવ પરીખ, હારૂનભાઈ રહીમભાઈ પટેલની અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓના પોલીસે રિમાન્ડ મેળવી પુછપરછનો ધમધમાટ આરંભ કર્યો હતો. ત્યારે શૈષવ પરીખના વધુ 09 દિવસના રિમાન્ડ દરમ્યાન પોલીસને જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જીલ્લા પંચાયતમાં મહેસુલ શાખાના ઈન્ચાર્જ નાયબ ચીટનીશ વિજય ડામોરની પણ આ જમીન કૌંભાંડમાં ભુમીકા જોવા મળતાં પોલીસે તેની પણ દાહોદ જીલ્લા પંચાયત કચેરીમાંથી અટકાયત કરી હતી. ત્યારે આજરોજ માસ્ટર માઈન્ડ શૈષવ પરીખના 09 દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસે તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારે શૈષવ પરીખ દ્વારા નીચલી કોર્ટમાં પોતાની જામીન અરજી કરતાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને દાહોદ કોર્ટ દ્વારા તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાના આદેશો સાથે પોલીસે તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારે આવનાર દિવસોમાં આ પ્રકરણમાં અનેક ચહેરાઓ પોલીસની પકડમાં આવશે કે કેમ ? તેવી અનેક ચર્ચાઓએ જીલ્લામાં ભારે જોર પકડ્યું છે.