- પાલિકા દ્વારા 3 નોટીસ આપવા છતાં બાંધકામ ચાલું.
- પાલિકા બાંધકામ અટકાવવામાંં પાલિકા નિષ્ફળ કેમ ?
ગોધરા,ગોધરા શહેર પોલીસ ચોકી નં.8 સામે રે.સર્વે નં.291 પૈકીની જમીનમાં મેડીકલ વપરાશ માટે ગ્રાઉન્ડ ફલોર 4 માળની પરવાની પાલિકા પાસેથી મેળવેલ હોય બાંધકામ પરવાનગી 30 *20 માટે મેળવેલ હોય છતાંં પાલિકા પાસેથી મેળવેલ મંજુરીના વિરૂદ્ધ 40 * 60નું બાંધકામ કરવામાંં આવ્યું છે. બાંધકામ સ્થળે રસ્તાનું દબાણ થયેલ હોય જેને લઈ નગર પાલિકા દ્વારા બાંધકામ કર્તાને 29 એપ્રિલ 2024 નોટીસ આપીને બાંધકામ અટકાવવા માટે સુચન કરવામાંં આવ્યા બાદ બીજી બે નોટીસ પણ આપવામાંં આવી હોવા છતાં મેડીકલ હેતુથી કરવામાં આવતું બાંધકામ બંધ કરવામાં આવ્યું નથી.
ગોધરા શહેર પોલીસ ચોકી નં.8 સામે ખાડામાં રે.સર્વે નંં.291 પૈકી વાળી જમીનમાંં મેડીકલ વપરાશ માટે ગ્રાઉન્ડ ફલોર સહિત 4 માળની મંજુરી નગર પાલિકા પાસેથી મેળવેલ હોય નગર પાલિકા પાસેથી બાંધકામ મંજુરી 30ડ્ઢ20ની મેળવવામાં આવેલ હોય તેના સ્થાને બાંધકામ કર્તા દ્વારા 40 * 60નું બાંધકામ કરવામાં આવ્યું છે અને ચાર માળના સ્થાને પાંચ માળનુંં બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. મેડીકલ ઉપયોગ માટે કરવામાં આવતાં બાંધકામમાં રસ્તાની જમીનમાંં પણ દબાણ કરવામાં આવેલ હોય આ બાબતે નગર પાલિકામાં અરજદાર દ્વારા રજુઆત કરવામાંં આવતાં નગર પાલિકા દ્વારા તા.29/04/2024ના રોજ બાંધકામકર્તાને નોટીસ આપીને બાંધકામ રોકવા માટે સુચન કરવામાં આવેલ હોય તેમ છતાં બાંધકામ ચાલુ હોય જેને લઈ ગોધરા પાલિકા દ્વારા બાંધકામકર્તાને બીજી બે નોટીસ ફટકારવામાંં આવી હોય તેમ છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું છે. મેડીકલ ઉપયોગ માટે કરવામાં આવતાં બાંંધકામમાં નગર પાલિકા પાસેથી બાંધકામ માટે મેળવેલ મંજુરીની વિરૂદ્ધમાં વધારે બાંધકામ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફલોર સહિત ચાર માળની મંજુરી હોવા છતાં પાંચ માળતું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમાં પણ જ્યારે મેડીકલ ઉપયોગ માટે બાંધકામ કરવામાં આવતું હોય તેમ છતાં વાહન પાર્કિંગની સુવિધા કરવામાં આવી નથી. ત્યારે ગોધરા નગર પાલિકા દ્વારા મંજુરી વગર થયેલ વધારાના બાંધકામ માટે બાંધકામકર્તા સામે કાર્યવાહી કરશે ખરી ? કે પછી આ નિયમો વિરૂદ્ધ થયેલ બાંધકામને લઈ લોકો કાયમી પરેશાનીના ભોગ બનશે.