દે.બારીયા નગર પાલિકા તથા એમ.જી.વી.સી.એલ.ના દ્વારા પ્રિમોન્સુનની કામગીરી ગોકુળગતિએ ચોમાસું માથે આવ્યુંં છતાં પણ કાર્ય અધુરુું છે ???

દે.બારીયા, દે.બારીયા નગર પાલિકાના હસ્તક શહેરી વિસ્તારમાં ગંદાપાણીની કાંસોમાં જુના મહેલ સામે આવેેલી કાંસ તથા જાની ફળીયા થી ભે દરવાજા નાળામાં ભળતા ગંદાપાણીની કાંસોમાં ભરચક કાદવ કીચડ તથા પોલીથીન પ્લાસ્ટીકનો કુંડો કચરો ખદબદી રહ્યો છે શુંં ? આ કાંસોની સફાઈ થઈ શકશે ખરી તે યક્ષ પ્રશ્ર્ન છે. હાલમાં નગર પાલિકાની ગ્રાન્ટના ચેક અર્પણનો કાર્યક્રમ ગાંધીનગર મુકામે થયો છે. સ્વચ્છ ભારત મિશન માટે કરોડોની ગ્રાન્ટનો સદઉપયોગ કરાય છે. ખરો તે તપાસનો વિષય બને છે કે પછી જે હાલના ગંદાપાણીની કાંસોના અધુરા કાર્યના બીલો મુકીને કાગળ ઉપર બતાવી દેવામાં આવશે તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર એમ.જી.વી.સી.એલ. દે.બારીયા શહેરમાં સતત ચાર મંગળવારથી વીજ પુરવઠો બંધ તો રાખે છે પણ મેન્ટનન્સના કાર્ય જે થવું જોઈએ તે કાર્યો કોન્ટ્રાકટરો કરવામાં નિષ્ફળ રહ્યા છે. તે અંગેનો જવાબ કોના પાસે માંગશો તે સવાલ છે. જે વિસ્તારનો વિરપુરવઠો બંધ રખાયો હોય છે. ત્યાંંના પણ મેન્ટનન્સના કાર્યો આધાઅધુરા હોય છે. જેમાં વૃક્ષોની ડાળો વિજ વાયરોને અડી જતા કરંટ લાગવાનો ભય રહેલો છે. જ્યારે જે ડીપીઓ બદલવી જોઈએ જે વીજ સપ્લાય ચાલુ કરવાની સ્વીચ બોકસ જે ક્ધડમ હાલતમાંં છે. તેને પણ બદલવામાં આવ્યા નથી. જેથી એક જ વરસાદમાં લાઈટો બંધ થઇ જાય છે. હાલના મંગળવારે જે વિસ્તાર દર્શાવાયો છે. ભે દરવાજા વિસ્તારનું કાર્ય કરવાનો ઉલ્લેખ થયેલો છે. ત્યાનું કાર્ય કરવામાંં આવ્યું ન હતું પણ જુની પાણીની ટાંકી રાણા પ્રતાપ ચોકડી ઉપર વિજ પોલ નાખવાનું કાર્ય હાથ ધરાયું હતું. વાયરલ કરેલ મેસેજના વિસ્તારમાં કોઈપણ જુનું મેન્ટનન્સ કાર્ય થતું ન હતું. તો પણ ત્યાંનું વિજ પ્રવાહ બંધ રાખવામાં આવ્યુંં હતું. હાથીના દાંત ચાવવાના અલગ હોય છે અને બતાવાના અલગ છે. શા ? કારણે આમ જનતાને અંધારામાં રખાઈ રહ્યા છે. આના પાછળ કયા પરિબળો પડદા પાછળ ખેલ ખેલી રહ્યા છે. જેનો પાછળ ગંદાના પરિબળો છપાયેલા છે. તેની તટસ્થ તપાસ થવી જોઈએ.

હાલમાં દે.બારીયા શહેરનો મોટું તળાવ જેનું રી ક્ધટ્રકશનનું કાર્ય થઈ રહ્યું છે. જેને આઠ-દશ વર્ષ પહેલા કરોડો ખર્ચે કરાયો હતો. જે મોટા તળાવના મધ્યમાં બેટરૂપીનું કાર્ય પુરતું હતું. બેટ ઉપર જવાનો રસ્તો જેની બન્ને સાઈડો પાકી કરવાનું કાર્ય કરાયો હાલમાં ફરી વર્ષો વિતી ગયા બાદ મોટા તળાવનું રી ક્ધસ્ટ્રકશનનું કાર્ય હાથ ધરાયું છે. તો જે ભુર્ગભ ગટર લાલબાગ તરફ થી આવતી ગટર આ મોટા તળાવમાં ભેળવી દેવાઈ છે. જેથી તળાવનું પાણી પ્રદુષીત થઈ રહ્યું છે. તે ભુર્ગભ ગટર તળાવ માંંથી અલગ કરી ખાર કુવા તરફ જતી મેન ભુર્ગભ ગટરમાંં જોઈન્ટ આપવાની માંગ છે. સામે આવતાં ગણપતિ વિર્સજન ગણપતિ પ્રતિમાઓનુંં શુધ્ધ સ્વચ્છ પાણીમાં વિર્સજન કરવામાં આવે તો ગણપતિની પ્રતિમાઓનું માન સન્માન જળવાય રહે તેવા પ્રયત્નો કોણ કરશે તે આવનારો સમય બતાવશે.