
હાલોલ,હાલોલ તાલુકાના ટાઢોડીયાના યુવાનને પત્ની સાથે બોલાચાલી તકરાર થયેલ હોય જેથી ધરેથી બાઈક લઈને નિકળી ગયેલ હોય તે યુવકનો મૃતદેહ પાવાગઢ નજીક ખુણીયા મહાદેવ મંદિર પાછળ ખીણી માંથી મળી આવ્યો. પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ બહાર કાઢી પી.એમ.અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાંં ખસેડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામે રહેતા સુનિલકુમાર અશોકભાઇ બારીીયાને તેની પત્ની કિંજલબેન સાથે મોબાઈલ બાબતે બોલાચાલી અને તકરાર થતાં 17 જુનના રોજ ધરેથી બાઈક લઈને નિકળી ગયેલ હતો. પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવ્યો ન હતો. સવારે યુવાનની મોટર સાયકલ પાવાગઢ ડુંગર ખાપરા ઝવેરી મહેલ પાસેથી મળી આવી હતી. જેને લઈ પરિવારજનો દ્વારા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતાં નીચે ખીણમાં કોઈ યુવક પડેલો હોય તેવું જણાઈ આવતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા 150 ફુટ ઉંડી ખીણમાં તપાસ કરતાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ કરતાં સુનિલ બારીયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે હાલોલ રેફરલમાં ખસેડવામાંં આવ્યો હતો. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે અ.મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.