નડિયાદ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO)ના અધિકૃત વેચાણ અને સેવા કેન્દ્ર (આસરા) નડિયાદ દ્વારા તા. 16 અને 17 જુન 2024ના રોજ દિવ્યંગજનો અને સિનિયર સિટીઝન માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ખેડા જીલ્લાના કુલ 452 જેટલા દિવ્યાંગજનો વિવિધ પ્રકારના કુલ 776 સાધનો અને 58 જેટલા સિનિયર સિટીઝનોને 278 સાધનો વિતરણ કરવામાં આવ્યું.
સાધન સહાય ભારત સરકારના એ.ડી.આઈ.પી અને રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવ્યું. આસરા કેંદ્ર ના ડાયરેક્ટર ડો.ચંદ્રગોપાલના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં કુલ 1.4 કરોડની કિંમતના વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં કુલ 172 દિવ્યાંગજનોને બેટરી સંચાલિત મોટરાઈઝ ટ્રાય સાયકલ, 146 ટ્રાયસાયકલ, 47 વ્હીલ ચેર, 216 બગલ ઘોડી, 54 વોકીંગ સ્ટીક, 4 સી.પી. ચેયર, 42 શ્રવણ યંત્રઅને 19 અંધ જનો માટે સુગમ્ય કેન વિગેરે જુદી જુદી સાધન સહાય આપવામાં આવેલ. સાથે સાથે 60 વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝનોને ઘુટણ ના પટ્ટા, કમરના બેલ્ટ, વોકીંગ સ્ટીક, વોકર, કાનનું મશીન, કમોડ ચેર, વગેરે જેવા અત્યંત ઉપયોગી સાધનો ની:શુલ્ક વિતરણ કરવામાં આવેલ છે.
આસરા કેંદ્રના કોર્ડીનેટર રાકેશ ચાવડાએ જણાવ્યું કે, આ બધા સાધનો જરૂરિયતમંદ લાભાર્થીઓને આસરા કેંદ્ર પર રજીસ્ટ્રેશન કરાયા પછી ડોકટરી તપાસ બાદ ની:શુલ્ક મળે છે. આ બધા લાભાર્થીઓને અગાઉ ફેબ્રુઆરી મહિનામાં રજીસ્ટ્રેશન અને ડોક્ટરી તપાસ થઈ ગયા હતા, તેનેં વિતરણ કાર્યક્રમ યોજાયા છે. અને નવા લાભાર્થીઓને પણ રજીસ્ટ્રેશન સતત ચાલુ છે અને ડોક્ટરી તપાસ બાદ દર મહિને આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, અલિમ્કો ઉજ્જૈન તરફ થી આવેલ જુનિયર મેનેજર ધર્મેન્દ્ર યાદવ, પુનર્વાસ વિશેષગ્ય ડો. ચંદન ચંદ્રા, ઓડિયોલોજીસ્ટ ડો. ધીરજ કુમાર અને આસરા કેન્દ્ર નડિયાદના ડાયરેક્ટર ડો. ચંદ્ર ગોપાલ ઉપસ્થિત રહ્યાં.