કતવારા તાલુકામાંં એક યુવકે લગ્ન પ્રસંગમાં સગીરાને ખેંચી જઈ ખેતરમાં દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બનતા ફરિયાદ

દાહોદ,દાહોદ તાલુકાના કતવારા તાલુકામાં એક યુવકે એક 15 વર્ષિય સગીરાને લગ્ન પ્રસંગ દરમ્યાન ખેંચીને નજીકના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં બનાવના ત્રણેક મહિના બાદ સગીરાને ગર્ભ ધારણ થઈ જતાં આ મામલે યુવક વિરૂધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંઈ હોવાનું જાણવા મળે છે.

આજથી લગભગ ત્રણેક માસ પહેલા દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે કસના ફળિયામાં રહેતો ગોલુભાઈ સમુભાઈ ડીંડોરે દાહોદ તાલુકામાં લગ્ન પ્રસંગ દરમ્યાન એક 15 વર્ષિય સગીરાને રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ સગીરાનું મોઢુ દબાવી બળજબરીથી ખેંચી નજીકના ખેંતરમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. બનાવને ત્રણ માસ વિતી જતાં સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતાં પરિવારજનો દ્વારા તેને દવાખાને તપાસ માટે લઈ ગયાં હતા. તબીબ દ્વારા સગીરાના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાવતાં પરિવારજનોમાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઘટના બાદ પરિવારજનો દ્વારા સગીરા સાથે શાંતિથી પુછપરછ કરતાં ઉપરોક્ત દુષ્કર્મની હકીકત સગીરા દ્વારા પોતાના પરિવારજનોને જણાવી હતી.

આ સંબંધે સગીરા વાલી વારસ દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.