દાહોદ, દાહોદ શહેર સહિત તાલુકામાં સક્રિય બનેલા વાહન ચોરો પોતાનું કસમ અજમાવી જુદી જુદી બે જગ્યાએથી બે મોટરસાયકલ ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
સક્રિય બનેલા બાઇક ચોરો ગત તારીખ 14-6-2024 ના રોજ રાત્રિના સમયે દાહોદ શહેરના જુના ઇન્દોર રોડ પર હિન્દુસ્તાન ટ્રેક્ટરના શોરૂમની પાછળ આવેલ બાપુનગરમાં ત્રાટક્યા હતા અને બાપુનગરમાં રહેતા પ્રદીપકુમાર ગરવરસિંહ નાનોલીયાના ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલી તેઓની રૂપિયા 30000/- ની કિંમતની વર્ષ 2016ના મોડલની એમપી-38-એમએચ-9727 નંબરની કાળા કલરની સફેદ પટાવાળી હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલનું સ્ટેરીંગ લોક તોડી યા ડુપ્લીકેટ ચાવી વડે ખોલી મોટરસાયકલ ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તારીખ 12-6-2024 ના રોજ રાત્રિના સમયે દાહોદ તાલુકાના કતવારા ગામે બામણ ફળિયામાં ત્રાટકેલા બાઈક ચોરો પોતાનો કસબજમાવી કતવારા બામણ ફળિયામાં રહેતા હસમુખભાઈ પુનાભાઈ પરમારની તેમના ઘરના આંગણામાં લોક કરી પાર કરેલ રૂા. 20,000/- ની કિંમતની વર્ષ 2023ના મોડલની જીજે-20-બીડી-0741 નંબરની કાળા કલરની એચ એફ ડીલક્ષ મોટરસાયકલનું લોક તોડી યા ડુપ્લીકેટ ચાવી વડે ખોલી મોટરસાયકલ ચોરીને લઈ ગયા હતા. આમ મામલે કતવારા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.