- સંજેલી તાલુકાની આઇસીડીએસ વિભાગમાં પૈસા ઉઘરાણીનો રાફડો ફાટી નીકળ્યો.
- આંગણવાડી વર્કરને ગ્રેજ્યુએટી મેળવવા માટે ખુલ્લેઆમ 10 હજારની માંગણીનો આક્ષેપ .
દાહોદ, સંજેલી આઇસીડીએસ કચેરીમાં કૌભાંડ ને લઇ અનેકવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉચ્ચકક્ષાના અધિકારીઓની આ સંકલિત બાળ વિકાસ કચેરી પર કોઈની નજર જ નથી? શું સરકારી બાબુ ઊંઘમાં છે? તેમ સંજેલી તાલુકાના લોકોના મુખે ચારે કોર ચર્ચાઈ રહીયુ છે.
સંજેલી આઇસીડીએસ વિભાગમાં આંગણવાડી નિવૃત્ત વર્કરો પાસેથી ગ્રેજ્યુએટીના લાભ માટે 10 હજારની માંગણી કરતા રીટાર્ડ આંગણવાડી બહેનોનો આક્ષેપ કરાતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામીયો છે.
સંજેલી સંકલિત બાળ વિકાસ કચેરીના કર્મચારીઓ કર્મચારીને જ ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે ? આઈસીડીએસ વિભાગ ઉઘરાણું કરવાનું છોડી દો આ તો હદ થઈ ગઈ?સંજેલી આઇસીડીએસ વિભાગમાં ઉઘરાણીનો રાફડો ફાટી નીકળ્યો. જો 10, હજાર રૂપિયા આપશો તો જ ગ્રેજ્યુએટીનો લાભ તમને મળશે તેમ જણાવી ગરીબ અને વિધવા બહેનો પાસે થી પૈસા ઉઘરાણી કરી લીધા છતાં બહેનોને ગ્રેજ્યુએટીનો લાભથી વંચિત.
દાહોદ જીલ્લાના લાગતા વળગતા અધિકારીઓ આઇસીડીએસ વિભાગ પર મહેરબાન હોય તેમ જોવાઈ રહ્યું છે. આંગણવાડી વર્કરોનો 200 રૂપિયા સ્ટાટ પગારમાં ફરજ બજાવતા હતા.સંજેલી આઇસીડીએસ માં રીટાર્ડ ઓર્ડર અને નિમણુક ઓર્ડર સહિતના આધાર પુરાવાના આપી ગ્રેજ્યુએટીનો લાભ માટે વિધવા બહેનોમાં આંખોમાં આંસુ પણ આવી ગયા અને પગના તળિયા પણ ઘસાઈ ગયા પણ હજી સુધી બહેનોના ગ્રેજ્યુએટી નો લાભ મળ્યો નથી.ઈંભમતના સરકારી બાબુઓ બહેનો પાસે થી 10 હજારનું ઉઘરાણું કેમ લે છે. આ બાબતે આઇસીડીએસ વિભાગની મિલીભગત હોય તેમ પૈસા ઉઘરાણીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ બહેનો પાસેથી પૈસા લઈ પછી જ કામ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. તંત્ર દ્વારા જો આ બાબતે જીણવટ રીતે જીલ્લા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે કે ભીનું શકીલાઈ જશે.
અમારા તરફથી કોઈ જાતની માંગણી કરવામાં આવી નથી મારાથી નીચેના કર્મચારી કદાચ કઈ માંગણી કરી હોય તો એ તો તપાસનો વિષય છે.
સીડીપીઓ, ધરાબેન….
હું વિધવા બહેન છું, 58 વર્ષ આંગણવાડી વર્કર તરીકે મેં ફરજ બજાવી છે. ગ્રેજ્યુએટીનો લાભ માટે સંજેલી શભમત ખાતે હું વારંવાર જોઉં છું, કર્મચારીઓ એવું જણાવે છે કે તમે પૈસા આપો તો તમારૂં કામ થશે તો મારા જોડેથી 5,000 રૂપિયા લીધા છતાં હજી સુધી મને ગ્રેજ્યુએટીનો લાભ મળ્યો નથી અને હજી મારા જોડે 5 હજારની માંગણી કરે છે.