પેલેસ્ટાઇનના પ્રમુખે નરેન્દ્ર મોદીને પત્ર લખી યુદ્ધ રોકાવવા અપીલ કરી

પાડોશી દેશ પાકિસ્તાન પોતાને મુસ્લિમ દેશોના ચૌધરી સાબિત કરવા લાગેલો રહે છે. તેને લાગે છે કે વિશ્ર્વના મુસ્લિમ દેશોનું પાકિસ્તાન નેતૃત્વ કરી રહ્યું છે. પરંતુ હકીક્ત કાંઇક બીજી જ છે. ગાઝામાં હાલ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ ભલે પોતાને મય પુર્વના પ્લેયર સમજી રહ્યા હોય, પરંતુ પેલેસ્ટાઇનના પ્રમુખ મોહમ્મદ મુસ્તફાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીન લખેલો પત્ર શહબાજની પોઝીશનમાં પંચર પાડી દે છે. પત્રમાં તેમણે વડાપ્રધાન મોદી વૈશ્ર્વિક નેતા હોવાનું જણાવ્યું છે.

હકીક્તે પેલેસ્ટાઇનના વડાપ્રધાને વડાપ્રધાન મોદીને પત્ર લખીને તાકીદે યુદ્ધ વિરામ માટે દબાણ કરવા આગ્રહ કર્યો છે. તેમણે યુદ્ધગ્રસ્ત ગાઝાને મળી રહેલી સહાયમાં વધારો કરવા વિશ્ર્વના બાકીના દેશો પર દબાણ વધારવા પણ અપીલ કરી છે. પેલેસ્ટાઇનના વડાપ્રધાન પાકિસ્તાનના વડાપ્રધાનને બદલે ભારતના વડાપ્રધાનને પત્ર લખી રહ્યા છે. જાહેર છે કે મયપુર્વમાં પાકિસ્તાનના વડાપ્રધાનની કોઇ હેસિયત બચી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ત્રીજા કાર્યકાળ બદલ અભિનંદન આપતાં પેલેસ્ટાઇનના વડાપ્રધાને કહ્યું છે કે ,’તમે એક વૈશ્ર્વિક નેતા છો. માનવ અધિકારો અને શાંતિને મહત્વ આપનારા દેશના રૂપમાં ગાઝામાં નરસંહારને ખતમ કરવામાં ભારતની મોટી ભૂમિકા છે. ભારતે તાકીદે યુદ્ધવિરામ માટે પોતાની તમામ રાજદ્વારી ચેનલ્સનો ઉપયોગ કરવો જોઇએ. અમારા દુ:ખને ઘટાડવા મદદ કરવી જોઇએ. પેલેસ્ટાઇનના નાગરિકોની સુરક્ષા સુનિૃીત કરવા આંતરરાષ્ટ્રીયસમુદાય પર દબાણ વધારવું જોઇએ. આમારા પર થઇ રહેલા અત્યાચારોને મુદ્દે કડક વલણ રાખવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે પેલેસ્ટાઇન અને પાકિસ્તાન બંને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ છે. મયપુર્વમાં અન્ય મુસ્લિમ દેશો પણ છે. તેવામાં પેલેસ્ટાઇન તે તમામ દેશોને છોડીને ભારતને યુદ્ધ ખતમ કરવા અપીલ કરી રહ્યું છે. કારણ એટલું જ છે કે પેલેસ્ટાઇનને લાગે છે કે ભારત જ એકમાત્ર દેશ છે કે જે પેલેસ્ટાઇનમાં શાંતિ પાછી લાવી શકે તેમ છે. ભારત પેલેસ્ટાઇન મુદ્દે પણ વારંવાર કહેતું રહ્યું છે કે શાંતિથી પણ રસ્તો શોધી શકાય તેમ છે. આ કારણસર જ પેલેસ્ટાઇનને ભારત પર ભરોસો છે.