લીમડી બાયપાસ રોડ ઉપર બલેના કારમાંથી 1.15 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

લીમડી પોલીસે ગત મોડી રાતે લીમડી બાયપાસ રોડ પરથી રૂપિયા 1.15 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે મારુતિ બલેના ફોરવીલ ગાડી પકડી પાડી કબજે લીધનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ બાજુથી વિદેશી દારૂનો જથ્થો ભરી જીજે 06 પીકે-75 93 નંબરની મારુતિ બલેનો ફોરવીલ ગાડી લીમડી તરફ આવતી હોવાની ગુપ્ત બાતમી લીમડી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે લીમડી પોલીસે ગત મોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે લીમડી બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન સદર મારુતિ બલેનો ગાડીના ચાલકે દૂરથી જ પોલીસની વોચ જોઈ લેતા પોતાના કબજાની મારુતિ બલેનો ગાડી ત્યાં જ મૂકી ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો. જે મારુતિ બલેનો ગાડી લીમડી પોલીસે પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા 1,15,200/- ની કુલ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીયો નંગ-16માં ભરેલ કુલ બોટલ નંગ-768 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતની મારુતિ બલેનો ગાડી મળી કુલ રૂપિયા 6,15,200/- નો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.