
કોચ્ચી,
કેરલના રાજયપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે જો માર્કસવાદી સામ્યવાદી પાર્ટી (માકપા)ના નેતૃત્વવાળી સરકાર કોઇ અધ્યાદેશ તેમને નિશાન બનાવવા માટે રાજયભવનમાં મોકલશે તો તે તેના પર કોઇ નિર્ણય લેશે નહીં અને તેને રાષ્ટ્રપતિની પાસે મોકલી દેશે.ખાને જણાવ્યું હતું કે હજુ અધ્યાદેશ જોયો નથી અને તેને વાંચ્યો નથી અધ્યાદેશ વાંચ્યા બાદ જ તે આ સંબંઘમાં કોઇ નિર્ણય લેશે.
તેમણે કહ્યું કે જો નિશાન હું છું તો હું પોતે મામલામાં ન્યાયાધીશ બનીશ નહીં હું તેની જાહેરાત હાલ કરીશ નહીં હું જોઇશ અને જો હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે તેનો હેતુ મને નિશાન બનાવવાનો છે તો હું તેના પર નિર્ણય કરીશ નહીં હું આગળ(રાષ્ટ્રપતિ)ને મોકલી દઇશ.
આ દરમિયાન સ્થાનિક સ્વશાસન અને આબકારી રાજયમંત્રી એમ બી રાજેશે કહ્યું કે સરકારને આશા છે કે રાજયપાલ બંધારણ અનુસાર કાર્ય કરશે. રાજેશે તિરૂવનંતપુરમમાં પત્રકારોને કહ્યું હતું કે રાજય સરકાર બંધારણ હેઠળ પોતાની શક્તિઓનો પ્રયોગ કરી આ અધ્યાદેશને લાવ્યા અને ત્યારબાદ તેને રાજયપાલને મોકલ્યો તેમણે કહ્યું કે આ કાનુની બંધારણીય અને નિયમો અનુસાર છે.હવે અમે ફકત એ આશા કરી શકીએ છીએ કે દરેક કોઇ બંધારણ અનુસાર કાર્ય કરે.
રાજભવનના સુત્રના જણાવ્યા અનુસાર ખાન દિલ્હી પહોંચ્યા હતાં અને દિવસની શરૂઆતમાં કેરલમાં ડાબેરી સરકારે રાજયમાં વિશ્વ વિદ્યાલયોના કુલપતિના પદેથી રાજયપાલને હટાવવા માટે પોતાનો અધ્યાદેશ રાજભવનને મોકલ્યો હતો કેરલ કેબિનેટે નવ નવેમ્બરે રાજયમાં કુલપતિઓની નિયુક્તિ સહિત વિશ્વ વિદ્યાલયોના કામકાજને લઇ ખાનની સાથે ડાબેરી સરકારની જારી ખેંચતાણની વચ્ચે અધ્યાદેશ લાવવાનો નિર્ણય કર્યો હતો.
અયાદેશનો હેતુ જાણીતા શિક્ષાવિદોને રાજયપાલના સ્થાન પર રાજયની વિશ્વ વિદ્યાલયોના કુલાધિપતિના રૂપમાં નિયુકત કરવાનો છે.પિનરાઇ વિજયનના નેતૃત્ત્વવાળી સરકારના નિર્ણયનો કોંગ્રેસ અને ભાજપ બંન્નેએ વિરોધ કર્યો છે કારણ કે બંન્ને પક્ષોએ આરોપ લગાવ્યો છે કે આ પગલાનો હેતુ કેરલમાં વિશ્વ વિદ્યાલયોને કોમ્યુનિસ્ટ કેન્દ્રોમાં પરિવતત કરવાનો છે.