અમદાવાદ-ઈન્દોૈર હાઈવે મુવાલિયા ક્રોસિંગ પાસે બાઈક ચાલકે ટ્રકના પાછળ અકસ્માત સર્જાતા બાઈક પાછળ બેઠેલ 16 વર્ષિય કિશોરનુ મોત

અમદાવાદ-ઈન્દોર હાઇવે પર મુવાલિયા ક્રોસિંગ આગળ લાકડાના પીઠા સામે રોડ પર પુરપાટ દોડી આવતી મોટરસાયકલ આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઇજાઓ થયાનું તેમ જ મોટરસાયકલ પર પાછળ બેઠેલ 16 વર્ષીય કિશોરનું ગંભીર ઇજાઓ થતા મોત ની જ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના રાબડાલ ગામના સરપંચ ફળિયામાં રહેતા વિશાલભાઈ રમણભાઈ રાઠોડ ગઈકાલ રાતના 8:30 વાગ્યાના સુમારે પોતાના કબજાની નંબર વગરની અપાચી મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ અમદાવાદ ઈન્દોર હાઇવે પર મુવાલિયા ક્રોસિંગ આગળ લાકડાના પીઠાની સામે રોડ પર આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે ઘુસાડી દેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિશાલભાઈ રમણભાઈ રાઠોડને જમણા પગે ઇજાઓ થવા પામી હતી જ્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલા રાબડાલ ગામના સરપંચ ફળિયામાં રહેતા 16 વર્ષીય અર્જુનભાઈ સુક્રમભાઈ ડામોરને માથાના ભાગે તેમ જ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પરજ મોત ની જ્યું હતું. આ સંબંધે રાબડાલ ગામના મરણ જનાર અર્જુનભાઈ ડામોરના પિતા સુમભાઈ સુરસીંગભાઇ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.