ખેડા,શ્રી જે. આર. પટેલ, સંયુક્ત બાગાયત નિયામક, ગાંધીનગર, હિરલબેન પંડયા, નાયબ બાગાયત નિયામક, ગાંધીનગર અને સ્મિતાબેન પીલ્લાઇ, નાયબ બાગાયત નિયામક, ખેડા દ્વારા મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ મધમાખી ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલ અમુલ ડેરીના સભાસદોનાં પ્રોજેક્ટની સંયુક્ત ચકાસણી ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં મહેમદાવાદના જાળિયા સ્થિત મધમાખી હાઈવ, મધમાખી કોલોનીની ચકાસણી કરવામાં આવી હતી.
“મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત ખેડૂત તાલીમમાં જે. આર. પટેલ, સંયુક્ત બાગાયત નિયામક, ગાંધીનગર દ્વારા મધમાખી ઉછેર વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવમાં આવ્યું હતું. તેમજ મધમાખી ઉછેરના વ્યવસાયથી આર્થિક સદ્ધર થઇ શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓએ મધમાખીનો વ્યવસાય ખેડૂતોએ સમુહમાં કરવા માટે ખાસ અરજ કરી હતી. તેમજ મધ માંથી બનતી વિવિધ બનાવટો તેમજ મધ ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તે વિષે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શ્રી જે. આર. પટેલ આ વ્યવસાયમાં વધુમાં વધુ ખેડૂતોને પણ જોડવા માટે અરજ કરી હતી. વધુમાં સ્મિતા પિલ્લાઈ, નાયબ બાગાયત નિયામક, ખેડા દ્વારા મધમાખી વિશે અને તેની વિવિધ પ્રોડક્ટ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલ ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. વધુમાં આ વ્યવસાય સાથે સંકળાયેલ ખેડૂતોના પ્રતિભાવ અંગે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેતીમાં જંતુનાશક દવાનો ઉપયોગ ઘટવાની સાથે મધમાખી પાલન કરતા ઉત્પાદના વધારો થતા આવકમાં વધારો જોવા મળેલ છે.
આ તાલીમમાં જે.આર.પટેલ, મદદનીશ બાગાયત નિયામક, ખેડા, આર. વી. પંચાલ, બાગાયત અધિકારી, મહેમદાવાદ, ડો. યોગેશભાઈ (ઈઉ. ઇન્યાજ, અમુલ ડેરી, આણંદ) અને ડો. ચિરાગભાઈ (અમુલ ડેરી, આણંદ) હાજર રહ્યા હતા તેમજ મધમાખી ઉછેર અને ઉત્પાદન વધે તે વિશે માહિતી પૂરી પડી હતી.