આજરોજ બપોરનાં સમયે પંચમહાલ જીલ્લાનાં ગોધરા શહેરમાં ગોધરા -દાહોદ રેલ્વેટ્રેક ઉપર એક ચાલુ ટ્રેનની અડફેટે એક ભેંસ આવી જતા ગંભીર પ્રકારે ગવાઈ હતી.જેથી આજુબાજુ રહેતા સોસાયટીના રહીશ દ્વારા તાત્કાલિક 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી અને ભેંસને યોગ્ય સારવાર આપી મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવી હતી.
ગોધરા શહેરમાં આવેલા ગોધરા દાહોદ રેલવે ટ્રેક ઉપર કોઈક અજાણી રેલવે ટ્રેન ની અડફેટે એક ભેંસ આવી જતા ગંભીર પ્રકારે ગવાય હતી જેથી સોસાયટીનાં વિરમભાઇ માલધારી એ તાત્કાલિક 1962 નંબર ઉપર ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ગોધરા ટીમ પાઇલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ ડોક્ટર આંચલ પટેલ ને કોલ મળતા તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં અને જરૂરિયાત પ્રમાણે સારવાર પુરી પાડી હતી. અને મોત નાં મુખમાંથી બચાવી લેવામાં આવી હતી.સમયસર સારવાર મળી જતા ભેંસનો જીવ બચ્યો હતો અને રાહદારીએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ જરૂરી સારવાર કર્યા બાદ ઘાયલ ભેંસ ને ગોધરાના પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપી છે આમ આ કાર્ય માં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થ માં એક ભેંસ માટે વરદાન રૂપ નિવડી હતી.