શહેરાના તાડવા પાસે ખાણ ખનીજ વિભાગે બે રેતી ભરેલ ટ્રેકટર ઝડપી 10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

શહેરા તાલુકા પંથકમાં ખનીજ ચોરી અટકે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ જ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવવાના કારણે ખનીજ ચોરી નું પ્રમાણ વધી રહ્યું હતું ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગે તાડવા ગામ પાસે થી બે રેતી ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. ખનીજ વિભાગે 10 લાખનો મુદ્દામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

શહેરા તાલુકામાં ખનીજ ચોરી અટકાવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ નિવડી રહયુ છે. તાડવા ગામ પાસે પસાર થતા રસ્તા ઉપર થી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ એ બે રીતે ભરેલા ટ્રેક્ટરની પકડી પાડ્યા હતા. ટ્રેક્ટર ચાલક પાસે રોયલ્ટી પાસ નહી હોવાથી ખાણ ખનીજ વિભાગ ની ટીમે તાલુકા સેવા સદન ખાતે બન્ને ટ્રેક્ટર લાવીને રૂપિયા દસ લાખનો મુદ્દામાલ સીઝ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર પૃથ્વીરાજસિંહ ના જણાવ્યા અનુસાર એક ટ્રેક્ટર આંબાજેટી થી રેતી ભરેલ અને બીજા ટ્રેક્ટર માં ડેમલી ગામથી રેતી ભરવામાં આવી હોવાનું ટ્રેકટરના ચાલકે જણાવ્યુ હતુ. જોકે ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ખનીજ ચોરી અટકે માટે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ પણ આ સામે સંબંધિત તંત્રને ઈચ્છા થાય ત્યારે કામગીરી કરવાના કારણે ખનીજ ચોરી વધતી જતી જોવા મળતી હોય એમ કહીએ તો નવાઈ નહી,આંબાજટી તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલી કુણ નદીમાં અને તળાવમાંથી ગેરકાયદે રેતી કાઢીને મોટા પાયે રેતીની હેરાફેરી થતી હોય તેમજ અનેક વખત સંબંધિત તંત્ર દ્વારા પણ આ વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ભરેલ વાહન ઝડપી પાડવામાં આવ્યા હોય તેમ છતાં દિન પ્રતિ દિન ટ્રેક્ટર સહિતના વાહનોમાં ગેરકાયદે રેતીની હેરાફેરી વધી રહી છે.

શહેરા તાલુકા પંથકમાં ઉંચી પહોંચ ધરાવતા મોટા માથાઓ દ્વારા લીઝ નહી હોવા છતાં નદી ,તળાવ તેમજ કોતરમાંથી રેતી કાઢીને ઊંચા ભાવે વેચી રહ્યા હોય અને ખનીજ ચોરી કરતા હોય ત્યારે સંબંધિત તંત્ર ધારે તો આ સફેદ રેતીના કાળા કારોબાર ને બંધ કરાવી શકે પરંતુ કયા કારણથી આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોય પરંતુ હાલ તો તાલુકા મથક આવેલ સરકારી કચેરી તેમજ પોલીસ ચોકી પાસેથી ગેરકાયદે રેતી ભરેલા વાહનો પસાર થતા જોવા મળતા હોય છે.