
પટણા,
બિહારમાં પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રાની શરૂઆત થવા જઇ રહી છે.આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.કહેવાય છે કે આ યાત્રા દ્વારા કોંગ્રેસ ફકત બિહારમાં ખુદને મજબુત કરવાનો પ્રયાસ કરશે એટલું જ નહીં પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પણ પાછી લાવવાનો પ્રયાસ કરશે
આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશ અને દિગ્વિજયસિંહ પટણાનો પ્રવાસ કરી ચુકયા છે.બિહારમાં આ યાત્રા બાંકાના મંદાર પર્વતથી ૨૮ ડિસેમ્બરે શરૂ થશે અને લગભગ ૧૨૦૦ કિલોમીટરના સફળ બાદ બોધગયામાં સમાપ્ત થશે.બિહાર કોંગ્રેસનું માનવું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસ ઉત્સાહિત છે.પાર્ટીનું માનવું છે કે આ યાત્રા દ્વારા તે જનતાથી સીધી રીતે જોડાશે
બિહારમાં કોંગ્રેસ મહાગઠબંધનમાં સામેલ છે ગત કેટલાક વર્ષોથી કોંગ્રેસ રાજદના સાયામાં ચાલી રહી હતી માનવામાં આવી રહ્યું છે કે તેના દ્વારા રાજનીતિક પરિવર્તન અને કોંગ્રેસની વાપસીનો હેતુ પુરો થઇ શકશે બિહાર કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન રાજેશ રાઠોડે પણ કહ્યું કે આ યાત્રાથી કોંગ્રેસને મજબુતી મળશે.
રાજેશ રાઠોડનું કહેવુ છે કે આ યાત્રા દ્વારા પાર્ટી એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરશે તેમણે કહ્યું કે આ યાત્રા બિહારના ૧૭ જીલ્લામાંથી પસાર થશે આ ઉપરાંત અન્ય જીલ્લામાં પણ યાત્રા નિકળશે જે કયાંયને કયાંક બાંકા જીલ્લાથી નિકળનારી યાત્રાથી મળશે આ યાત્રા દ્વારા કોંગ્રેસ જયાં કાર્યકર્તાઓને એક કરવાનો પ્રયાસ કરશે ત્યાં મહાગઠબંધનના પક્ષોને પણ એ સંદેશ આપવાનો પ્રયાસ કરશે કે પાર્ટી મજબુતીની સાથે આગળ વધી રહી છે.