શ્રીલંકાએ આઇએમએફ સમક્ષ એક યોજના રજૂ કરી છે, જેના હેઠળ તેને વર્ષ ૨૦૨૫થી વાહનોની આયાતમાં રાહત મળી શકે છે, જેની સીધી અસર વિદેશી મુદ્રા ભંડાર પર પડશે. શ્રીલંકાના નાણામંત્રી રણજીત સિયામ્બલાપીટીયાએ આ માહિતી આપી હતી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે શ્રીલંકા માટે બેલઆઉટ પેકેજના ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત શ્રીલંકાને ૨.૯ અબજ ડોલર મળશે.
શ્રીલંકાની સરકાર દ્વારા આઇએમએફ સમક્ષ રજૂ કરવામાં આવેલા રોડમેપ મુજબ, જાહેર પેસેન્જર વાહનો અને ખાસ જરૂરિયાતવાળા વાહનોની આયાત ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં કરવામાં આવશે. આ પછી ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં કાર્ગો વાહનો અને ૨૦૨૫માં અન્ય વાહનોની આયાત કરવામાં આવશે.આઇએમએફ પ્રોગ્રામ હેઠળ, શ્રીલંકાને વાહનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આઇએમએફે આમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. વર્તમાન લોન રિસ્ટ્રક્ચરિંગ પછી અન્ય નિયંત્રણો દૂર કરવાની વિચારણા કરવામાં આવશે.
ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં શ્રીલંકાની વિદેશી હૂંડિયામણ અનામત વધીને ૪.૪ બિલિયન થઈ ગઈ છે. શ્રીલંકામાં કોરોના રોગચાળાને કારણે આર્થિક સ્થિતિ ખરાબ થયા બાદ વાહનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્રીજા હપ્તા હેઠળ, શ્રીલંકાને ૩૩ મિલિયન મળશે. આઇએમએફનું કહેવું છે કે શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે. અગાઉ ગયા વર્ષે માર્ચ અને ડિસેમ્બરમાં આઇએમએફે ૩.૩ કરોડ રૂપિયાના બે હપ્તા જારી કર્યા હતા. શ્રીલંકામાં ફુગાવાનો દર નીચો રહ્યો છે અને તેના રેવન્યુ કલેક્શનમાં પણ સુધારો થયો છે. આ ઉપરાંત વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થઈ રહ્યો છે.