તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે બધાનો આભાર,રામ ચરણ અને ઉપાસના

રામચરણ હાલમાં દેશના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. આરઆરઆર પછી તેની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશમાં પણ વધી છે.તેમના લગ્નની ૧૨મી વર્ષગાંઠ હતી. તમને જણાવી દઈએ કે અભિનેતાએ તેની મિત્ર ઉપાસના સાથે લગ્ન કર્યા છે. પ્રેમ સંબંધમાં બંધાયા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હવે લગ્નના ૧૨ વર્ષ પૂર્ણ થવા પર અભિનેતાની પત્ની ઉપાસનાએ તેના સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

અભિનેતા રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામીનેની કોલેજના દિવસોમાં મળ્યા હતા, જ્યાં તેમની મિત્રતા ગાઢ બની હતી. કોલેજ પછી, રામચરણ વધુ અભ્યાસ માટે વિદેશ ગયો, જ્યારે તેમની વચ્ચે અંતર વયું, ત્યારે તેઓને એકબીજા માટે પ્રેમનો અહેસાસ થયો. રામચરણ વિદેશથી પરત ફર્યા બાદ તેમનો પ્રેમપ્રકરણ શરૂ થયો, ત્યારબાદ બંનેએ ૨૦૧૧માં સગાઈ કરી અને ૨૦૧૨માં લગ્ન કર્યા. આ લગ્નથી બંનેને એક પુત્રી પણ છે. ગયા શુક્રવારે બંનેએ લગ્નના ૧૨ વર્ષ પૂરા કર્યા. આ પછી ઉપાસનાએ એક ખાસ પોસ્ટ શેર કરીને પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા ઉપાસનાએ લખ્યું, અમે સાથે રહીને ૧૨ વર્ષ પૂરા કર્યા છે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે તમારા બધાનો આભાર. હા, તમારો ખૂબ ખૂબ આભાર. ઉપાસનાની આ પોસ્ટમાં તેણે એક તસવીર શેર કરી છે, જેમાં કપલ તેમની નવજાત પુત્રી સાથે ફરતા જોવા મળે છે.

અભિનેતાના ચાહકો આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટ પર ફેન્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. રામ ચરણે પણ ઉપાસનાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, અપસી મને તારો જીવન સાથી બનવું ગમે છે. રામચરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તેની આગામી ફિલ્મ ’ગેમ ચેન્જર’માં જોવા મળશે. આ એક પોલિટિકલ એક્શન ડ્રામા હશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત નિર્દેશક શંકર કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે.આ ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી, પરંતુ ઈમ્તિયાઝે તેને ૨૦ વર્ષ પહેલા લખી હતી.