ભારતમાં ઈવીએમ એક “બ્લેક બોક્સ” છે અને કોઈને તેને તપાસવાની મંજૂરી નથી,રાહુલ ગાંધી

લોક્સભા ચૂંટણી દરમિયાન વિપક્ષે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)નો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આ મુદ્દો ગાયબ થઈ ગયો હતો. જો કે સમયાંતરે નેતાઓએ આ અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. જે મુદ્દો અચાનક ગાયબ થઈ ગયો હતો તે ફરી ચર્ચામાં આવે તેમ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યા છે.વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કની ભૂતપૂર્વ પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા, રાહુલ ગાંધીએ એક અખબારને ટાંકીને કહ્યું, ‘ભારતમાં ઈવીએમ એક “બ્લેક બોક્સ” છે અને કોઈને તેને તપાસવાની મંજૂરી નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી ઢોંગ બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે . આ મામલે મુંબઈ શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ નોંયો છે. મંગેશ પાંડિલકર પર પ્રતિબંધ હોવા છ આ ઉપરાંત, પોલીસે પંડિલકરને મોબાઈલ ફોન આપવા બદલ ચૂંટણી પંચના એક કર્મચારી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે, આ કેસમાં પોલીસને ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનારા ઘણા ઉમેદવારોની ફરિયાદો મળી હતી. જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. રવિન્દ્ર વાયકર પુન: ગણતરી બાદ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી માત્ર ૪૮ મતોથી ટણી જીત્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.

તમને જણાવી દઈએ કે શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકર મુંબઈ નોર્થ વેસ્ટ લોક્સભા સીટ પરથી માત્ર ૪૮ વોટથી જીત્યા હતા. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ સૌથી ઓછા અંતરથી મળેલી જીત છે.વાસ્તવમાં, મસ્કે યુએસ પ્રમુખપદની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમથી ન કરાવવાની સલાહ તેણે કહ્યું, ‘ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નાબૂદ કરી દેવા જોઈએ. માનવીઓ અથવા છૈં દ્વારા તેને હેક થવાનું જોખમ છે, જો કે આ જોખમ ઓછું છે, તે હજી પણ ઘણું વધારે છે. એલોન મસ્કે આ વાત અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી જુનિયરની પોસ્ટ શેર કરતી વખતે કહી હતી. રોબર્ટ એફ. કેનેડીએ તેમની પોસ્ટની શરૂઆતમાં પ્યુર્ટો રિકોમાં ચૂંટણી દરમિયાન ઈવીએમમાં થયેલી ગેરરીતિઓ વિશે લખ્યું હતું.

હકીક્તમાં, અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી જુનિયરે એસોસિએટેડ પ્રેસને ટાંકીને પોસ્ટમાં લખ્યું છે કે, પ્યુઅર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી સંબંધિત વોટિંગમાં ઘણી ખામીઓ સામે આવી છે. ઠીક છે, પેપર ટ્રેલ હતું, તેથી સમસ્યા પકડાઈ અને મત ગણતરીમાં સુધારો થયો.