તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઇએડીએમકે)એ ૧૦ જુલાઈએ યોજાનારી વિકરાવંડી વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ અંગે વિવાદ સતત વધી રહ્યો છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એઆઇએડીએમકેની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે એનડીએની ચૂંટણીની સંભાવનાઓને સરળ બનાવવા માટે પાર્ટીએ ટોચના સ્તરની સૂચનાઓ પર આ નિર્ણય લીધો હતો.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું કે ઈન્ડિયા બ્લોકે આ સીટ પર ડીએમકે ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે કહ્યું, ’વિક્રવંડી પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાનો એઆઇએડીએમકે નો નિર્ણય એ સ્પષ્ટ પુરાવો છે કે તેને એનડીએ ઉમેદવાર (પીએમકે)ની ચૂંટણીની તકોને સરળ બનાવવા માટે ’ટોચ’ તરફથી સૂચનાઓ મળી છે. ભાજપ અને એઆઇએડીએમકે બંને પક્ષો આ લડાઈ પ્રોક્સી દ્વારા લડી રહ્યા છે. ઈન્ડિયા બ્લોકે ડીએમકેના ઉમેદવાર માટે જંગી જીત સુનિશ્ચિત કરવી જોઈએ.
એઆઇએડીએમકેએ ૧૦ જુલાઈએ યોજાનારી વિકરાવંડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ૭૧ વર્ષીય ડીએમકે ધારાસભ્ય પુગાઝેન્થીનું આ વર્ષે એપ્રિલમાં અવસાન થયું હતું, આ બેઠક પર પેટાચૂંટણી જરૂરી હતી. તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઘટક પટ્ટલી મક્કલ કાચીના સ્થાપક એસ. રામદોસે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીના ઉપાધ્યક્ષ સી અંબુમણી વિકરાવંદી પેટાચૂંટણી લડશે.
તે જ સમયે,એઆઇએડીએમકે હેડક્વાર્ટર ’પુરાચી થલાઈવર એમજીઆર માલિગાઈ’ ખાતે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, ઇકે પલાનીસ્વામીએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી પેટાચૂંટણીનો બહિષ્કાર કરશે. પલાનીસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યના મંત્રીઓ અને ડીએમકે સત્તાનો દુરુપયોગ કરવા ઉપરાંત હિંસા અને અરાજક્તા ફેલાવવા માટે તેમના પૈસા અને સ્નાયુ શક્તિનો ઉપયોગ કરશે અને લોકોને મુક્તપણે મતદાન કરવા દેશે નહીં. પેટાચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત રહેશે નહીં અને આવા પરિબળોને ધ્યાનમાં રાખીને,એઆઇએડીએમકે ૧૦ જુલાઈએ યોજાનારી વિકરાવંડી વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનો બહિષ્કાર કરશે.
તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ શનિવારે કહ્યું હતું કે ભાજપે એઆઇએડીએમકેને ત્રીજા સ્થાને ધકેલી દીધું છે, તેમણે ઉમેર્યું હતું કે રાજકારણમાં દરેક પક્ષે લડવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ’એ સ્પષ્ટ છે કે ભાજપે એઆઇએડીએમકેને ત્રીજા સ્થાને ધકેલી દીધું છે. તેઓ બધા જાણે છે કે અમે ખૂબ જ મજબૂત છીએ અને તેમને ડર છે કે આ મયવર્તી ચૂંટણીઓમાં તેઓ ખુલ્લા પડી જશે. તેઓએ આ ચૂંટણી વિરોધી પક્ષ તરીકે લડવી જોઈતી હતી. રાજકારણમાં તમારે લડવાની જરૂર છે. તે સ્પષ્ટ છે કે તમે (એઆઇએડીએમકે) લડવાની ઇચ્છા ગુમાવી દીધી છે.