ઘોઘંબામાં પ્રેમી ભત્રીજાને કાકીએ ગામના પ્રેમી સાથે કાવતરૂ રચી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો આક્ષેપ.

ઘોઘંબાના શનિયાડા થી ભરુચની કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જવાનું કહીને બાઇક લઇને નીકળેલા યુવકની કુવામાં તરતી અને અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં અનેક શંકાઓ ગઇ હતી. જેમાં તેના માથા અને મોઢાના ભાગે ભારે ઇજાઓ થઇ હતી. જેના પીએમ રિપોર્ટમા તિક્ષણ હથીયારો મારવાથી મોત થયુ હતુ.

શનિયાડાથી મંગળવારે સવારે સંજય રાજેશભાઇ વણઝારા તેના ઘરેથી તેની મોટર સાયકલ લઈ માતા કમળાબેન, તેની બહેનો તથા ઘરના બધા માણસોને ભરૂચ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જવાનું કહી નીકળ્યો હતો. અને રાત્રે અરવિંદભાઈના પુત્ર હાર્દીકે ફોન કરી સમાચાર લેતા સંજયે કહ્યુ કે ભરૂચ પહોંચી મિત્રને ત્યાં રોકાયેલાનું અને સવારમાં ઘરે પાછો આવવાનુ જણાવેલ હતુ. બુધવારે સવારે હાર્દિકે ફરીથી સંજયના ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. અને અમો બધાયે વિચારેલ કે ભરૂચ ઇન્ટરવ્યુ આપવા ગયેલ છે. અને સમય સર પાછો આવી જશે તેમ માની તેની બાબતમાં અમોએ કોઈ વિશેષ શોધખોળ કરેલ ન હતી. ત્યારે ગુરૂવારે તમામ પરિવારજનો ધરેજ હતા. અને અરવિંદભાઈ અનાજ દળાવવા રીંછવાણી ગયા હતા. તે સમયે હાર્દીકે ફોન કરી પિતા અરવિંદભાઇને કહ્યુ કે સંજય આપણા સહીયારા કુવામાં પડેલ છે. જેથી તાત્કાલીક ધરે આવીને જોયુ તો ભત્રીજા સંજયનો મૃતદેહ પાણીમાં તરતો હતો. અને પરિવારજનોએ સંજયનો અર્ધનગ્ન મૃતદેહને બહાર કાઢ્યો હતો. જેમા શરીરે માથાના ભાગે મોઢા પર ઇજાઓ થયેલ હતી. જ્યારે સંજયની મોટર સાયકલ ગામમાં નવી નગરી ફળીયામાં રહેતા અજયકુમાર રમેશભાઈના ધરે હોવાનું જાણવા મળેલ હતું. સંજયના મોત અંગે દામાવાવ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે આવી પહોચી હતી. અને મૃતદેહને પીએમ માટે ઘોઘંબા રેફરલમાં ખસેડેલ હતો.અને શરીરે તિક્ષ્ણ હથિયારો મારવાથી મોત થયુ હોવાનું પીએમમાં જણાવ્યુ હતુ. પીએમ બાદ મૃતદેહનો કબજો મેળવી સગા સબંધીઓની હાજરીમાં ગામમાં અંતિમ વિધી કરી હતી.અને અરવિંદભાઇ વણઝારાએ દામાવાવ પોલીસ મથકે કાજલ રાહુલ વણઝારા અને વિનોદભાઇ જગદીશભાઇ વણઝારા સામે ફરીયાદ નોંધાવી છે.