જ્યોર્જિયા મેલોની હાથ જોડીને મહેમાનોનું સ્વાગત કરે છે;

જી ૭ સમિટ ઇટાલીના પુગ્લિયામાં બોર્ગો એગ્નાઝિયાના દક્ષિણ ઇટાલિયન કોસ્ટલ રિસોર્ટમાં યોજાઇ રહી છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની લડાઈએ માનવીય સંકટ સર્જ્યું છે. કોન્ફરન્સનું પરિણામ વિશ્ર્વમાં શક્તિશાળી નેતૃત્વ માટે આશાઓ વધારી રહ્યું છે. આ બધાની વચ્ચે ઈટાલીના ૪૭ વર્ષીય વડાપ્રધાન જ્યોજયા મેલોની સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે.

યુરોપીયન ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉત્કૃષ્ટ પ્રદર્શને સમગ્ર વિશ્ર્વમાં તેમનો ખતરો દર્શાવ્યો છે. બિગ ૭ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમ (યુકે)ના નેતાઓમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે મેલોની-મેલોની. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન મેલોની તમામ મહેમાનોને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

જ્યારે જી ૭ સભ્ય દેશોના ટોચના નેતાઓ સમિટ માટે ઈટાલી પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મેલોનીએ સૌનું સ્વાગત કર્યું. હવે તેની વધુ ચર્ચા થઈ રહી છે કારણ કે આ દરમિયાન પીએમ મેલોની ખાસ અંદાજમાં જોવા મળી હતી. તેમણે મહેમાનોનું હાથ જોડીને અને નમસ્તે સ્વાગત કર્યું.

તમને જણાવી દઈએ કે ય્-૭ સમિટના કેટલાક મુખ્ય એજન્ડામાં રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, આટફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઈમેટ ચેન્જ સામેલ છે. આ વૈશ્ર્વિક સમિટમાં યુક્રેન, બ્રાઝિલ, આર્જેન્ટિના, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, કેન્યા, અલ્જેરિયા, ટ્યુનિશિયા અને મોરિટાનિયાના નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોજયા મેલોની જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું ભારતીય પરંપરાગત રીતે અભિવાદન કરતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈટાલી પહોંચી ગયા છે. તેમણે સતત ત્રીજી વખત પદ સંભાળ્યું છે, તેમના ત્રીજા કાર્યકાળમાં આ તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.