કડીમાં ભૂમાફિયાઓનો જબરદસ્ત આતંક જોવા મળ્યો છે. આ ભૂમાફિયાઓ ત્રણ ગામના ખેડૂતોની જમીન પોતાના નામે લખાવી દીધી છે. જુદા-જુદા ગામના જમીનની બાનાચિઠ્ઠી મળી છે. બોરીસણા, કરસનપુરા અને મણિપુરામાં ગામમાં ઠગાઈ કરવામાં આવી છે.
ભૂમાફિયાઓએ ખેડૂતોને નજીવી રકમ આપી આ જમીન તેમના નામે લખાવી લીધી હતી. ભૂમાફિયાઓએ કરોડો રૂપિયાની જમીન નજીવી રકમ આપીને તેમના નામે લખાવી લીધી તી. તેમણે બાનાચિઠ્ઠી કરાવી પણ તેના રૂપિયા ચૂકવ્યા ન હતા. તેમની સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ આ પ્રકારનો કેસ સામે આવતા ચોંકી ઉઠી છે અને તેની કાર્યવાહી શરૂ કરી છે. આટલું ઓછું હોય તેમ જમીનના રૂપિયા ના ચૂકવી શકનારા બે જણાએ તો સાત લાખ રૂપિયાની ગ કરી છે. આ ઉપરાંત બાનાચિઠ્ઠી બદલ સાત લાખ રૂપિયાની માંગ કરી છે. ખેડૂતોએ મહેશ પટેલ અને કાનજી રબારી નામના બે શખ્સ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેની સાથે આ મુદ્દે તેમને ન્યાય મળે તે માટે કોર્ટના દરવાજા ખખડાવવાની પણ તેમની તૈયારી છે.