કચ્છના જખૌ ખીદરત ટાપુ પરથી વધુ ૧૦ ચરસના પેકેટ મળી આવ્યા

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે. કચ્છના જખૌ ખીદરત ટાપુ પરથી વધુ ૧૦ ચરસના પેકેટ મળી આવ્યા છે.

જખૌ મરીન પોલીસે બીનવારસી ચરસના પેકેટ કબ્જે કર્યા છે. છેલ્લા ૩ દિવસમાં ૧૯ પેકેટ ચરસના પકડાયા છે. પોલીસે ચરસના પેકેટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ આ અગાઉ કચ્છના પિંગલેશ્ર્વર નજીકથી પર ૧૦થી વધુ ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ચરસના પેકેટ જપ્ત કર્યા હતા. તેમજ આ અગાઉ પણ કરોડોનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠાથી જપ્ત કરવામાં આવ્યુ હતુ.