અમદાવાદના નકલી ચલણી નોટકાંડના આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદના નકલી નોટકાંડના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નકલી નોટકાંડમાં ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અમદાવાદની મેટ્રો કોર્ટે આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં ૧૫ લાખથી વધુ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો સાથે પકડાયેલા આરોપીઓને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મેટ્રો કોર્ટમાં બબંને પકારોને સાંભળ્યા પછી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. આ કૌભાંડમાં ચોથા આરોપીને પણ પોલીસે ઝડપી લીધો છે અને તેને કોર્ટમાં રજૂ કરાશે.

સીઆઇડી ક્રાઇમે ગુરુવારે અમદાવાદના રામોલ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે ત્રણ આરોપીઓની નકલી નોટો સાથે ધરપકડ શરૂ કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના છે. તેઓ મયપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક મકાન ભાડે રાખીને કલર પ્રિન્ટરમાં નકલી નોટો છાપતા હતા. તેઓ અમદાવાદમાં પણ નોટો સપ્લાય કરતાં તા

સીઆઇડી ક્રાઇમ ટીમને આ અંગેની બાતમી મળતા તેઓએ વોચ ગોઠવી હતી અને ત્રણેય આરોપીઓને ઝડપ્યા હતા. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી એક જ સીરિઝની ૧૫ લાખ રૂપિયા કરતાં વધુ રકમની નોટો ઝડપી હતી.

આરોપી સતીશ ઉર્ફે વિક્કી હંસરાજ જીનવા, અનિકકુમાર રમેશચંદ્ર રજત અને કાલુરામ રાધેશ્યામ મેઘવાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી લગભગ ૫,૫૦૦ જેટલી બનાવટી નોટો મળી આવે છે. તેથી તેમની પાસે વધુ વિગતો મેળવવા તેમને રિમાન્ડ પર મોકલવાની જરૂર છે. આના પગલે મેટ્રોપોલિટન કોર્ટે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.