
- આવનારી યુવા પેઢીના સારા સ્વાસ્થય માટે રાસાયણિક ખાતરનો ત્યાગ કરી અપનાવી પડશે
મહિસાગર,આજના સમયે દરેક લોકો પોતાના સ્વાસ્થયની કાળજી રાખી રહ્યા છે ત્યારે સારા સ્વાસ્થય માટે સારો ખોરાક ખૂબ જરૂરી છે અને રાસાયણિક ખાતર થકી અનેક બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે દરેક લોકોએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી દરેક લોકોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. પ્રાકૃતિક ખેતી સારા સ્વાસ્થય સાથે જમીનની ગુણવત્તા પણ સુધારે છે. મહીસાગર જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે જિલ્લાના દરેક ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાણપુર ગામના જીવાભાઇ પટેલ જણાવે છે કે, છેલ્લા બે વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. હું મારા 12 વીઘા જમીનમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના ઉપયોગ કરતો નથી. હું મારા ખેતરમાં ઘઉ,બાજરી,મગ,ડાંગરનું વાવેતર પ્રાકૃતિક રીતે કરું છું અને મે જ્યારથી પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારા દરેક પાકમાં મને સારા પરિણામ મળી રહ્યા છે. બીજા લોકોના ખેતરમાં જે ઘઉ થાય છે તેના કરતાં મારા ખેતરમાં ઘઉ સારા થાય છે અને તેના ભાવ પણ બજારમાં સારા મળે છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાળકોના સારા ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. જે રીતે રાસાયણિક ખાતરથી બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે દરેક લોકોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તેથી હું દરેક લોકોને અપીલ કરું છું કે દરેક ખેડૂતોએ હવે નવી પેઢીના સારા સ્વાસ્થય માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.