મહીસાગર જીલ્લામાં બાગાયત યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

  • આઈ ખેડૂત પોર્ટલ તા.14/06/2024 થી 13/08/2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે

મહીસાગર ,મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે 2024-25 માં બાગાયત ખાતાની નવીન યોજનાઓ જેવી કે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા.14/06/2024 થી 13/08/2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

મહીસાગર જિલ્લામાં બાગાયત ખાતાની આ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ( web site : www.ikhedut.gujarat.gov.in ) ગામના ઇ ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ જરૂરી સાધનીક કાગળો દિન-7માં નાયબ બાગાયત નિયામકની કચેરી,બ્લોક નંબર-14, પહેલો માળ, સરદાર પટેલ વિદ્યાલયની બાજુમાં, ચાર કોશિયા નાકા,મોડાસા રોડ,લુણાવાડા, જી. મહીસાગર (ફોન.નં. 02674-250425) અચુક જમા કરાવવા આથી જણાવવામાં આવે છે.