શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અભિનેતા બનવા ઇચ્છતો નથી

મુંબઇ,

જાન્હવી કપુર હોય,સારા અલી ખાન કે પછી આલિયા ભટ્ટ આવા અનેક સ્ટાર કિડ્સ છે જેમને આપણે બોલીવુડનું વલણ કરતા જોયા છે આ ક્રમ સતત જારી છે પરંતુ એક એવો સ્ટાર કિડ છે જે બોલીવુડમાં પોતાનું કેરિયર બનાવવા માંગતો નથી અમે વાત કરી રહ્યાં છીએ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની.હકીકતમાં બોલીવુડમાં સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે જાણીતા કરણ જૌહર આર્યન ખાનને પણ ડેબ્યુ કરવાની ઓફર આપી ચુકયા છે પરંતુ આર્યને એકવાર નહીં અનેકવાર કરણ જૌહરની ઓફરને ઠુકરાવી છે.

કરણ જૌહર ઇચ્છે છે કે આર્યન ખાન અભિનેતા તરીકે બોલીવુડમાં પોતાની શરૂઆત કરે પરંતુ આર્યનની મુંજવણને લઇ અલગ પ્લાનિગ છે અહેવાલો અનુસાર કરણે આર્યનને બોલીવુુડમાં લોન્ચ કરી અનેક અટ્રેકિટવ ઓફર આપી છે પરંતુ આર્યને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. તે સમયે કરણ જૌહરને લાગ્યું કે આર્યન હજુ બાળક છે અને કેટલાક દિવસ બાદ તેનું ઇટ્રેસ્ટ બોલીવુડમાં વધશે પરંતુ બાદમાં ફરી આર્યને કરણ જૌહરે પોતાની ફયુચર પ્લાનિંગની બાબતમાં બતાવતા કલીયરલી ના કહી દીધી.આર્યનના આ જવાબ બાદ શાહરૂખ ખાન અને ગૌરી ખાનને એ સમજમાં આવ્યું કે આર્યનને એકિટંગમાં કોઇ રસ નથી

આર્યનને જોઇ એવું લાગે છે કે બિલકુલ તે પોતાના પિતા શાહરૂખ ખાનની ટુ કોપી છે આટલા ગુડ લુકસ છતાં આર્યનને એકિટંગમાં રસ નથી પરંતુ ફિલ્મ મેકિંગમાં વધુ રસ ધરાવે છે આથી તે ફિલ્મમેકર બનવા ઇચ્છે છે.કરણ જ નહીં પરંતુ આર્યન ખાનને જોયા અખ્તરે પણ ઓફર આપી હતી પરંતુ આર્યને તેમને પણ રસ ન હોવાનું જણાવી ઇન્કાર કરી દીધો હતો એ યાદ રહે કે જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીજથી આર્યન ખાનની બેન સુહાના ખાન બોવીવુડમાં એન્ટ્રી લેવા જઇ રહી છે.