ડ્રાઈવરની ઉતાવળને કારણે મિની ટ્રક કન્ટેનર સાથે અથડાઈ, ૬ના મોત

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર વાહન અને મિની ટ્રક વચ્ચે અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ ૫ વાગે સીતનપલ્લીમાં બની હતી. બંને વાહનોના ડ્રાઈવર અને અન્ય ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું કે અકસ્માત સમયે એક વાહનમાં દસ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે બીજા વાહનમાં ડ્રાઈવર અને એક સહાયક હતા. કેસની તપાસ ચાલી રહી છે.

માછલીપટ્ટનમના ડીએસપી સુભાનીએ જણાવ્યું હતું કે, લાકડાના લોગ વહન કરતા ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે, મીની ટ્રક કન્ટેનરની લારી સાથે અથડાઈ હતી. પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ અકસ્માત બાદનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મિની ટ્રક અને કન્ટેનર બંનેનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. અકસ્માતનું કારણ મીની ટ્રકના ચાલકની બેદરકારી અથવા ઉતાવળ હોવાનું માનવામાં આવે છે. અહીં એક ટ્રેક્ટર લાકડાના લોગ લઈને જઈ રહ્યું હતું. આ ટ્રેક્ટરને ઓવરટેક કરવા માટે મીની ટ્રકના ચાલકે પોતાનું વાહન સામેની લેનમાં મૂક્યું હતું, પરંતુ સામેથી આવતા કન્ટેનર પર યાન આપ્યું ન હતું. તે સમયસર ટ્રેક્ટરને ઓવરટેક કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં મીની ટ્રક સામેથી આવતા કન્ટેનર સાથે અથડાઈ હતી. જોરદાર ઝડપે ટક્કર થઈ હતી. જેના કારણે અકસ્માતનો ભોગ બનેલા ૧૨ લોકોમાંથી ૬ના મોત થયા છે અને અન્ય ગંભીર રીતે ઘાયલ છે.