શેરબજાર સતત બીજા દિવસે લીલા રંગમાં બંધ; સેન્સેક્સ ૨૦૪ અંક વધીને ૨૩૪૦૦ની નજીક નિફ્ટી

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે સ્થાનિક શેરબજાર નવી ઊંચાઈએ બંધ થયું હતું. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ ૨૦૪.૩૩ (૦.૨૬%) પોઈન્ટના વધારા સાથે ૭૬,૮૧૦.૯૦ પર બંધ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ૭૫.૯૬ (૦.૩૩%) પોઈન્ટ વધીને ૨૩,૩૯૮.૯૦ પર પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ટાઇટનના શેરમાં ૩%નો વધારો થયો હતો.

આ પહેલા બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૪૨૬.૬૩ કરોડની રોકડ ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. ૨૩૩.૭૫ કરોડની રોકડ ખરીદી કરી હતી. વોડાફોન-આઇડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોકિયા સોલ્યુશન્સ એન્ડ નેટવર્ક્સ ઇન્ડિયા અને એરિક્સન ઇન્ડિયાને રૂ. ૨,૪૫૮ કરોડના પ્રેફરન્સ શેરની ફાળવણીને મંજૂરી આપી છે. કંપની દ્વારા એક્સચેન્જને મોકલવામાં આવેલી ફાઈલિંગમાં આ જાણકારી આપવામાં આવી છે.

ફુગાવાના આંકડામાં નરમાઈ બાદ ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઔદ્યોગિક શેરોમાં રોકાણકારોની ભારે ખરીદીને કારણે પણ ઇન્ડેક્સે વેગ પકડ્યો હતો. બુધવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવો મે મહિનામાં ઘટીને ૪.૭૫ ટકાના એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને તે છ ટકાથી નીચે રહ્યો હતો.

૩૦ શેરો ધરાવતો બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૫૩૮.૮૯ પોઈન્ટ અથવા ૦.૭૦ પોઈન્ટ વધીને ૭૭,૧૪૫.૪૬ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અંતે તે ૭૬,૮૧૦.૯૦ પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. તે ૨૦૪.૩૩ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા વયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૭૫.૯૫ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકાના વધારા સાથે ૨૩,૩૯૮.૯૦ પોઈન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે ૧૫૮.૧ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકાના વધારા સાથે ૨૩,૪૮૧.૦૫ પોઈન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, ટાટા કન્સલ્ટન્સી સવસિસ, બજાજ ફાઇનાન્સ અને નેસ્લે સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ, એક્સિસ બેક્ધ, ભારતી એરટેલ આઇસીઆઇસી બેક્ધ અને આઇટીસીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. એશિયન બજારોમાં, સિઓલ અને હોંગકોંગ ફાયદા સાથે બંધ થયા જ્યારે ટોક્યો અને શાંઘાઈ ખોટમાં રહ્યા. યુરોપિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. યુએસ બજારો મોટાભાગે તેજી સાથે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ બુધવારે ૧૪૯.૯૮ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકા વધીને ૭૬,૬૦૬.૫૭ પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી ૫૮.૧૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાના વધારા સાથે ૨૩,૩૨૨.૯૫ પર બંધ રહ્યો હતો.