રાજકોટ અગ્નિકાંડની ઘટના મુદ્દે જાહેર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર કરી હતી. સીએમ એ આ અંગે કહ્યું કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ”
લોક્સભાની ચૂંટણીના પરિણામો બાદ હવે તંત્ર જાગ્યુ હોય એમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતના રાજકોટમાં બનેલ અગ્નિકાંડ પર ગુજરાત સીએમએ અધિકારીઓને ટકોર કરી છે. ત્યારે રાજકોટની ઘટનાને લઈ સૂચક નિવેદન આપતા કહ્યું હતુ કે, રાજકોટની ઘટના પછી વિચારવું પડે કે કયા ભૂલ થાય છે ? માણસનો જીવ સૌથી મહત્વનો છે. તેની માટે કોઈ જ પ્રકારનું સમાધાન કોઈ પણ પક્ષે ના થવું જોઈએ. આ સાથે સીએમએ કહ્યું કે વિકાસ પાછળ દોટ મૂકીએ એનું જ યાન નહિ રાખવામાં આવે તો કોઈ મતલબ નથી.
ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની ટકોર કરતા કહ્યું વિકાસના કામોની સમીક્ષા સપ્તાહમાં ૨ વાર થવી જોઈએ. જ્યાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યાં સરકારી ઓફીસમાં પાનની પિંચકારી મારવામાં આવે છે. મીડિયા આવતા અહેવાલો પર યાન માં લેવા જોઈએ અને ગેરકાયદેસર કામ ને શરૂઆતમાં જ રોકી લેવુ જરુરી છે. આ સાથે નાની નાની ફરિયાદોના નિવારણ થવા જરૂરી છે. પ્રજા જ વીડિયો બનાવીને મોકલે છે એની પર ધ્યાન આપવું જરૂરી છે.
આ સાથે ભૂપેન્દ્ર પટેલે નગર પાલિકાને પણ ટકોર કરી હતી તેમણે નગર પાલિકાને કહ્યું ગ્રાન્ટ ફાળવી દીધા પછી પણ પૈસા વાપરી શક્તી નથી, એનો શુ મતલબ? નપા કામગીરી નથી કરી શક્તી એ સારું કામ કરશે તો હક ના પૈસા મંજુર કરાવી દઈશું સમયસર ટેન્ડર મંજુર ના થયા તો ૫% નું કામ ૧૫% વધારા સાથે મજૂર કરવું પડે. તાકાતની નિર્ણય શક્તિ થી કામ કરવું જોઈએ. બધાએ સાથે રહીને નિર્ણય લેવા સીએમ એ સૂચન આપ્યું હતુ.