ભાવનગરમાં યુવાનની હત્યામાં સામેલ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયા

ભાવનગરમાં યુવાનની છરીના ઘા ઝીંકી કી હત્યા કરવાના બનાવનો ભેદ ઉકેલ પોલીસે આ હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક યુવાને આરોપીની પત્નીને વોટએપ મેસેજ કર્યો હતો. જેની દાજ રાખી તેના ઉપર જીવલેણ હુમલો કરાયો હતો.

ભાવનગર સેના ખેડૂતવાસમાં રહેતા મનીષભાઈ કાંતિભાઈ સોલંકી નામના યુવાન પર ઉપર ઘોઘાસર્કલ પાસે છરી વડે હુમલો કરી મોત નીપજાવનાર ત્રણ આરોપીઓ સુનિલ ઉર્ફે ગોપો ગોવિંદભાઈ બારૈયા, આકાશ ઉર્ફે ભીમો રવજીભાઈ ગોહેલ અને સાજન ( રહે.તમામ કરચલીયાપરા, અગરિયાવાડ, ભાવનગર ) ને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા છે.

આ ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક આરોપીને મોડી રાત્રિના ઝડપી લેવામાં આવ્યો હોવાનું ઘોઘારોડ પોલીસ અધિકારીએ જણાવ્યું છે. મૃતક યુવાન એ આરોપી સાજનની પત્નીને વોટએપ પર મેસેજ કર્યો હતો. તેની દાજ રાખી યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. આ બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.