
થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરમાં ગેરકાયદે વૃક્ષો કાપવા બદલ એએમસી દ્વારા ચિત્રા પબ્લિક સિટી અને ઝવેરી એન્ડ કંપનીને રૂપિયા ૧ કરોડનો દંડ ફટકાર્યો હતો. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ પોલીસને બે-બે એજન્સીઓ વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી તેમ છતાં પોલીસે એફઆઇઆર નોંધી નથી. પોલીસે ઝ્રઝ્ર્ફ ફૂટેજ આપ્યા હતા તેમ છતાં શહેર પોલીસ હજું કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે.
કેટલાક લોભી માણસોની લાલચનું પરિણામ નિર્દોષોએ ભોગવવું પડતું હોય છે, એ જ રીતે એ જ લોભી માણસ પોતાના ફાયદા માટે પ્રકૃતિનો પણ વિનાશ કરવામાં પાછીપાની નથી કરતો. આવું જ થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરમાં બનાવ બન્યો હતો. પોતાની કંપનીની જાહેરાતોના હોડગ્સ દેખાય તે માટે ચિત્રા પબ્લિક સિટી અને ઝવેરી એન્ડ કંપનીએ સરેઆમ ૫૬૬ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું. પર્યાવરણ પ્રેમીઓનો રોષ જોતાં અમદાવાદ શહેરના કમિશ્ર્નર એક્શનમાં આવ્યા હતા.
કમિશ્ર્નરે બંને કંપનીઓને રૂપિયા ૫૦ લાખ દીઠ દંડ ફટકાર્યો હતો. ૨ વર્ષ સુધી ૨૦૦૦ વૃક્ષોનો ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે. એટલું જ નહીં, એએમસીએ પોલીસને કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી હતી. સીસીટીવી ફૂટેજ આપ્યા હતા, તેમ છતાં શહેર પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી શા માટે નથી કરાઈ? એએમસીએ પોલીસને ફરિયાદ દાખલ કરવા સૂચના આપી હતી, તેમ છતાં કંપની વિરૂદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે પોલીસ શું કંપનીઓને છાવરી રહી છે? પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આટલી ઉદાસીન કેમ છે?
ગુજરાતમાં ભારતના વન કાયદા પ્રમાણે વૃક્ષ કાપવાની સજા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. જંગલનું વૃક્ષ કાપવામાં આવે તો મુદ્દામાલ જપ્ત કરી તેટલી રકમનો દંડ ફટકારવામાં આવે છે. કોર્ટકેસ કરીને છ માસની કેદ પણ થઇ શકે છે. જયારે મહેસૂલી વિસ્તારનું વૃક્ષ હોય તો તેમાં માત્ર દંડની જોગવાઇ છે. રિઝર્વ ટ્રી માટે માલિકીનું વૃક્ષ પરમિશન વિના કાપવામાં આવે તો ગુનો દાખલ કરીને રોયલ્ટી વસૂલ કરવામાં આવે છે.