મહિસાગર જિલ્લાના બાકોર ગામે ખેતરની ઓરડીમાં વૃદ્ધ ખેડુતે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
બાકોર ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં રહેતા ડામોર રામાભાઈ શનાભાઈ (ઉ.વ.60)એ તેમની ઓરડીમાં એકલા હતા ત્યારે અગમ્ય કારણોસર ઓરડીના લાકડાની વડી સાથે દોરડાં વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. જે અંગે તેમના પરિવારને જાણ થતાં તેમણે બનાવ અંગે બાકોર પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસનો સ્ટાફ ધટના સ્થળે પહોંચી તેમની લાશને પી.એમ.માટે બાકોર સીએચસી મોકલી બાદમાં મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.