દાહોદના ખંગેલા બસ સ્ટેશનમાંથી મહિલાના થેલામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

દાહોદ તાલુકાના ખંગેલા બસ સ્ટેશનથી મહિલા પાસેના બે થેલામાં 249 દારૂના કવાટરીયા ઝડપાયા હતા. 26,145/-ના મુદ્દામાલ સાથે માતવાની મહિલાની ધરપકડ કરી કતવારા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ તાલુકાના ખંગેલા બસ સ્ટેશન ઉપર એક મહિલા સ્ટેશન ઉપર એક મહિલા થેલાઓમાં દારૂનો મોટો જથ્થો લઈને કયાંક જવા માટે ઉભી હોવાની બાતમી પેટ્રોલિંગમાં કતવારા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્યાં એક મહિલા બે થેલા લઈને ઉભી હતી. પોલીસે તેની પાસે જઈની થેલાની તલાશી લેતા બંને થેલામાંથી ઈંગ્લીશ દારૂના 249 કવાટરીયા જેની કિ.રૂ.26,145/-મળી આવ્યા હતા. જથ્થા સાથે ગરબાડા તાલુકાના માતવા ગામની સુમીત્રાબેન સવસિંગ ડામોરની ધરપકડ કરી કતવારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.