શહેરા તાલુકાના ભુરખલ ગામે આરોપી ઈસમોએ ફરિયાદીને આ જમીન અમારી છે અહિં કોઈ રસ્તો નથી તેમ કહી ગાળો આપી મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ભુરખલ ગામે રહેતા હસમુખભાઈ અરવિંદભાઈ સોલંકીને આરોપીઓ રાજેન્દ્રભાઈ ભાનાભાઈ પરમાર, કમલાબેન પરમાર, ભુપેન્દ્રભાઈ એ આ જમીન અમારી છે અહિંથી કોઈ રસ્તો નથી તેમ કહીને ગાળો આપી ફરિયાદી તથા અન્યોને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.