મોરવા(હ)ના બારીયા ફળિયા આરસીસી રોડ ઉપર મોરવા પોલીસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેગેનઆર ગાડીને રોકીને હતી. અને ચેકિંગ દરમિયાન ઈંગ્લીશ દારૂ તથા બિયર ટીન મળી 27,760/-રૂપિયાનો દારૂ તેમજ વેગેનઆર ગાડી મળી કુલ રૂ.3,27,760/-ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)ના બારીયા ફળિયા આરસીસી રોડ ઉપર મોરવા પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વેગેનઆર ગાડી નં.જીજે-17-સીઈ-5168ને શંકાસ્પદ હાલતમાં રોકવા જતાં બે આરોપીઓ નાસી છુટ્યા હતા. ત્યારે નરેશ ભારતસિંહ પટેલ (રહે.કડાદરા, મોરવા(હ)ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે વેગેનઆર ગાડીમાં તપાસ કરતા રોયલ સાયન્સ કલાસિક વ્હિસ્કિના કવાટરીયા નંગ-24, રોયલ સ્ટેજ ડિલેકસ વ્હિસ્કિ કાચના કવાટરીયા નંગ-38, પાવર માર્કાના ટીન નંગ-24, ટુબર્ગ માર્કાની કાચની બોટલ નંગ-19 મળી કુલ રૂ.27,760/-નો દારૂનો જથ્થો તેમજ વેગેનઆર ગાડી મળી કુલ કિ.રૂ.3,27,760/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે નાસી જનાર પંકજ છત્રસિંહ બારીયા, હિરેન સાતનસિંહ બારીયા વિરુદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.