સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, પાણીનાં ટાંકાના બાંધકામ પર સહાય યોજના જેવા ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી કરી શકાશે
ખેતીવાડી ખાતાની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ- 18-06-2024 ના રોજ સવારે 10.30 કલાકથી દિન-07 માટે ખુલનાર છે. જે ખેડૂતોને અરજી કરવી હોય તેઓ ઓનલાઈન અરજી ગ્રામપંચાયતમાં ટ.ઈ.ઊ મારફતે અથવા તો ઇન્ટરનેટ મારફતે કરાવી શકાશે. જેમાં ડ્રો પધ્ધતિથી વહેલા તે પહેલાના ધોરણે અરજીઓની મંજૂરી આપવામાં આવશે.
જેમા સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને પાણીનાં ટાંકાના બાંધકામ પર સહાય યોજના જેવા ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી કરી શકાશે.
જેમા 8-અ ની નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો), વિકલાંગનું પ્રમાણપત્ર (જો લાગુ પડતો હોય તો) જેવા જરૂરી ડોક્યુમેન્ટ લાવવાના રહેશે. વધુ માહિતી માટે ગ્રામસેવકનો સંપર્ક કરવા જીલ્લા ખેતીવાડી અધિકારી, ખેડા જીલ્લા પંચાયત, નડિયાદની અખબારી યાદીમાં જણાવામા આવ્યુ છે.