જશવંતસિંહ પાંચ વખત MLA ,ત્રણ વખત MP છે, દાહોદના સાંસદનુ નામ પ્રદેશ પ્રમુખની રેસમા આવતા ભાજપામા ચારે કોર ચર્ચા.

  • પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ હતા,પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય છે .

દાહોદ,ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવ્યાં પછી પ્રદેશ પ્રમુખની જગ્યા ખાલી પડવાની છે. જેમાં ઘણા નામો ચર્ચાય છે તેની વચ્ચે દાહોદના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરનું નામ પણ ચર્ચામાં આવતાં દાહોદ જીલ્લા ભાજપમાં આનંદની લાગણી સાથે વિવિધ ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ભાજપના પીઢ નેતા તરીકે ઉભરતાં આવ્યાં છે. જેમાં તેઓ પાંચ વખત એક જ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.વિવિધ ગુજરાત સરકારોમાં આરોગ્ય વિભાગ, વન પર્યાવરણ, આદિજાતિ વિભાગમાં રાજ્ય મંત્રી રહ્યી ચુકયા છે. ત્રણ વખત સંસદ સભ્ય પણ રહી ચુક્યાં છે. મોદી સરકારની પહેલી કેબીનેટમાં કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે.હાલ તેઓ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય હાલ છે. જસવંતસિંહ ભાભોરના અનુભવની વાત કરીએ તો એમનો અનુભવ તેમની સંગઠન શક્તિ અને નિર્વિવાદીત છબી સ્વચ્છ પ્રતિભા ધરાવવાના કારણે તેમને આવી કોઈ મહત્વપુર્ણ જવાબદારી સોંપાય તો નવાઈ પામવા જેવુ નહીં હોય. તેઓ નરેન્દ્ર મોદી અને અમીત શાહની ગુડબુકમાં છે અને તેના કારણે જ આ વખતે તેમનું નામ મોદી અને અમીત શાહની સાથે પ્રથમ યાદીમાં જાહેર થયું હતું. દાહોદ લોકસભા સીટ આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે પરંતુ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના ઉમેદવાર બનાવતાં 2014માં તેઓને આ બેઠકના ઉમેદવાર બનાવીને બેઠક જીતવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે વખતે તેઓ 3.20 લાખ મતોથી જીત્યા, બીજી ચુંટણી 2019માં 1.27 લાખના મતોની લીડથી જીત્યા અને હાલમાં 2024માં 3.35 લાખની લીડથી જંગી મતોથી વીજેતા બન્યા. આખા રાજ્યમાં પ્રખ્યાત આદિવાસી નેતા છે અને માત્ર 56 વર્ષની ઉંમર છે. આ બધુ ધ્યાને લેતાં તેમને સંગઠનની જવાબદારી સુપ્રત થઈ શકે તેમ છે. આમ, હાલ જસવંતસિંહ ભાભોરનું નામ પ્રદેશ પ્રમુખની જગ્યા માટે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે જેને પગલે દાહોદ જીલ્લા ભાજપામાં અનેરા ઉત્સાહ સાથે આનંદની લાગણી પણ જોવા મળી રહી છે.