ગોધરા ડીસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડમાં નવી ફેમીલી કોર્ટના બાંધકામ સ્થળેથી 125 નંગ સેન્ટીંગ પ્લેટોની ચોરી થયેલ હતી. આ ચોરીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ હતા. આરોપી દ્વારા રેગ્યુર જામીન અરજી મુકવામાં આવી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરતા કોર્ટ દ્વારા જામીન અરજી નામંંજુર કરવામાં આવી.
ગોધરા ડીસ્ટ્રીકટ કોર્ટના કંપાઉન્ડમાં નવી ફેમીલી કોર્ટના બિલ્ડીંગનુંં બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ સાઈડ ઉપરથી અજાણ્યા ચોર ઈસમો દ્વારા 125 નંગ સેન્ટીંગ પ્લેટોની ચોરી કરવામાંં આવી હતી. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ કરી આરોપીઓો યુસુફ શબ્બીર ડમરી, મોસીન શબ્બીર પઠાણની ઝડપી પાડવામાંં આવ્યા હતા અને જયુડીશીયલ કસ્ટડીમાંં મોકલી આપેલ હતા. બન્ને આરોપીઓ દ્વારા રેગ્યુલર જામીન અરજી મુખ્ય સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં મુકેલ હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો રજુ કરેલ હોય તેને ધ્યાને લેતાં આરોપીઓ યુસુફ શબ્બીર ડમરી અને મોસીન શબ્બીર પઠાણની જામીન અરજી નામંજુર કરવામાં આવી.