દે.બારીયા, દે.બારીયાની કોર્મસ કોલેજના પાછળના વિસ્તાર ચંદન તલાવડી નામે જંગલ વિસ્તાર આવેલ છે. જ્યાંથી ભારે વિજ પ્રવાહના ડી.પી.ના જોઈન્ટ આપવા માટે પસાર થતાં ભારે વિજ પ્રવાહના તારો તા.12/06/2024 બુધવારની મધ્યરાત્રીમાં લગભગ 2.00 વાગ્યાના સુમારે ચંદન તલાવડી વિસ્તારના વૃક્ષ ધારાશય થતા ભારે વિજ પ્રવાહના વાયરો અને પોલને નુકશાન થતાં હાથીખાના, જાની ફળીયા, ડેરી ફળીયા, નવા ઠાકોરવાડા, પારેખ શેરી તથા કસ્બા જેવાં વિસ્તારમાં વિજ ગુલ થતાં લોકો ભર ઉંધમાં જાગી જતા ગરમીમાં રાત્રીમાં રેબઝેબની પોલ ખુલી ગઇ હતી આને કહેવાય મોન્સુન પહેલાની તૈયારી થોડીવારમાંં વિજ પ્રવાહ બહાલ થશે. રાહ દેખાતો વહેલી સવારના કુકડા બોલી ઉઠયા પરંંતુ વીજ પ્રવાહ બહાલ થઈ શકયો ન હતો. બીજા દિવસે તો સવારે 8.00 કલાકે વિજ પ્રવાહ ઉભાર કરવાનું કાર્ય ચાલુ કરી દેવું જોઈતુંં હોય પણ બીજા દિવસે એટલે 13/06/2024 ગુરૂવારે બપોરે બે કલાકે વિજ પ્રવાહ કોન્ટ્રાકટરના માણસો લાવ્યા. ત્યારબાદ સાંજે પાંંચ વાગ્યાના સુમારે માંડમાંડ વીજ બહાર થઈ શકી હતી. આવા બેદરકારી દાખવનારા કોન્ટ્રાકટર ચલાવીને લેવાય ખરાં શું ? કાર્યપાલક ઈજનેર અને એજન્સીના સાથે મીલીભગત છે. તેની તપાસ થવી જોઈએ. આ વિસ્તારની આમ જનતાને સતત 16 કલાક બાનમાં રાખનાર કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં કેમના મુકવા જોઈએ. મોન્સુનની કામગીરીમાંં તમામ વિભાગોના કર્મીઓનું સ્ટેન્ડ ટુ બાય રાખવાની સુચના હોય છે. તેને એજન્સી અને નાયબ કાર્યપાલક ઈજનેર ધોળીને પી ગયા અત્રે ખરા ઉલ્લેનિય છે કે, દિલ્લીના કેજરીવાલ સરકાર ત્યાંની આમ જનતાને ફ્રી વીજ આપી રહી છે અને ગુજરાતની આમ જનતા મોંધામાં મોંધી એક યુનિટના લગભગ 7 થી 8 રૂપીયા ભરપાઈ કરતી હોય તેમ છતાં એમ.જી.વી.સી.એલ.ના માનવતા ગ્રાહકોને સુવિધા આપવા માટે બંધાયેલી છે. તેમ છતાં હેરાન થવા પર એમ.જી.વી.સી.એલ.ના પદના અધિકારીઓ મજબુર કેમ કરે છે. તે યક્ષ પ્રશ્ર્ન છે. લાગતા વળગતા રાજ્યના ઉચ્ચપદના અધિકારી આ બાબતે સ્થાનિક વહીવટી અધિકારીઓ પાસે ખુલાસો માંગશે ખરાં કે પછી આમ જનતા મોંધી વિજ ખરીદી કરશે અને હાલાકી કયા સુધી વેઠવી રહેશે તે આવનારો સમય બતાવશે.