વિશ્વના વયોવૃધ્ધ વડાપ્રધાન મહાથીર મલેશિયામાં પુન: ચૂંટણી લડવા તૈયાર

મલેશિયા,

રાજકારણી, લેખક અને ડોકટર એવા મલેશિયાના ચોથા તેમજ સાતમા વડાપ્રધાન તરીકે સેવા આપનાર મહાથીરબિન મોહમ્મદ ૯૭ વર્ષે પણ પુન: ચુંટણીના જંગમાં ઉતરવા સજજ છે. ૯૭ વર્ષના મહાથીરબીન મોહમ્મ કહે છે કે હું મજાક નથી કરી રહ્યો, ’મને વિશ્વાસ પણ છે કે હું પૂરતી બેઠકો પણ મેળવી શકીશ’

મહાથીરબિન મોહમ્મદે એવી આશા પણ વ્યક્ત કરી છે કે મારી પાર્ટી ’મૂવમેન ઓફ પીપલ’ ને શાસન કરવા માટે પૂરતી બેઠકો પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ૧૯૮૧ થ ઓકટોબર ૨૦૦૩ સુધી અને એ પછી મે ૨૦૧૮ થી માર્ચ ૨૦૨૦ સુધી એમ કુલ ૨૪ વર્ષ સુધી મહાથીરબીન મોહમ્મદે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

લાંબા સમય સુધી મલેશિયાના વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળનાર મોહમ્મદને મલેશિયાની પ્રજા પોતાના તારણહાર તરીકે આવકાર્યા છે. ખાસ કરીને ભ્રષ્ટાચાર સામે તેમણે કડક પગલા લેતા લોકોમાં અલગ જ છાપ ઉભી કરી છે.વિશ્વના સૌથી વયોવૃધ્ધ તરીકે પણ ૯ર વર્ષની વયના પ્રધાન તરીકે તેમની નોંધ લેવાઇ હતી.