ગોધરા ધી જનતા કો.ઓ. બેંકમાં ફરિયાદી મુરલીધર રોચીરામ મુલચંદાણી 30 વર્ષ ઉપરાંંતથી શેર હોલ્ડર છે. બેંકમાંં સામાન્ય સભા અથવા ખાસ સાધારણ સભાની મીટીંગ શેર હોલ્ડરને જાણ કરવાની હોય છે. પરંતુ તા.29/12/2023માં સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવનમાં મીટીંગ યોજાવામાં આવી હતી. આ મીટીંગની જાણકારી કે હાજર નહિ હોવા છતાં અમારી જુની સહીઓનો દુરઉપયોગ કરી અમારી તથા અન્ય શેર હોલ્ડરોની ખોટી હાજરી અંંગે સહી કરી ગુનાહિત કૃત્ય કરેલ હોય આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી ફોજદારી કાર્યવાહી કરવા માટે લેખિત રજુઆત કરાઈ છે.
ગોધરા નવા બજારમાં આવેલ ધી જનતા કો.ઓ.બેંકમાંં મુરલીધર રોચીરામ મુરલીચંદાણી છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી શેર હોલ્ડર છે. બેંકની સામાન્ય સભા કે ખાસ સાધારણ સભાની મીટીંગમાં શેર હોલ્ડરને જાણ કરવાની હોય છે. તા.29/12/2023ના રોજ સવારે 8.30 વાગે શાંતિ પ્રકાશ સત્સંગ ભવનમાં ધી જનતા કો.ઓ.બેંકની ખાસ સાધારણ સભા યોજવામાં આવી હતી. તેની ફરિયાદી મુરલીધર મુલચંદાણીને જાણકારી થયેલ હતી. તા.30/03/2024ના ધનશ્યામભાઇ પી.કલવાણીએ જાણકારી આપેલ કે, સાધારણ સભામાં તમે ગયા હતા. ત્યારે સાધારણ સભા અંગે જાણકારી ન હોવાનું જણાવેલ હતું. તમે મીટીંગમાં હાજર ન હોવા છતાં તમારી સહી થયેલ છે. મુરલીધર મુલચંદાણી મીટીંગમાં હાજર ન હોવા છતાં અને સહી કરેલ નથી. તેમ છતાં અમારી અને અન્ય કેટલાકની જુની સહીઓના દુરઉપયોગ કરી અમારી અને અન્યની સહીઓ હાજરી પત્રકમાં કરવામાં આવેલ છે.જેથી મુરલીધર મુલચંદાણી દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં લેખિત રજુઆત કરી પ્રાથમિક તપાસ કરી મારા નામની સહીઓ દુરઉપયોગ કરનાર ધી જનતા કો.ઓ.બેંંક લી.ના અધિકૃત મંત્રી (સીઈઓ) અમિત શાસ્ત્રી, મેનેજર દયાલ વિઠ્ઠલ સાધુ, કમીટી સભ્ય સુર્યાબેન રાણા, ચેરમેન ગીતાબેન અશોકભાઇ ક્રિષ્નાણી તથા અન્ય જવાબદારો તપાસમાં નિકળી આવે તેમની સામે ફોજદારી ગુનો નોંધી કાર્યવાહીની માંગ સાથે લેખિત રજુઆત કરાઈ.