પાટણમાં શિક્ષકની પુત્રીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી

પાટણમાં એક યુવતીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. યુવતીએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવતીના પિતા સગાઈ કરવા ગયા હતા ત્યારે આ ઘટના બનવા પામી. પાટણ તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ પાટણમાં અનાવાડામાં રહેતા શિક્ષક પુત્રીના વિવાહ સંબંધ માટે હંસાપુર ગયા હતા. દરમ્યાન આ શિક્ષક વ્યક્તિની પુત્રીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. અનાવાડા ગામમાં રહેતા આ શિક્ષકની પુત્રીનું આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પિતા પણ ઘેરા આઘાતમાં છે કે આખરે પુત્રીને કઈ બાબત સતાવતી હતી કે તેણે આવુ અંતિમ પગલું ભર્યું.

એકબાજુ યુવતીના પિતા વિવાહ લાયક દિકરીનું ઘર બનાવવા પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે દીકરીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવાર પર વીજળી તૂટી છે. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો. પોલીસે ફરિયાદ નોંધતા યુવતીના આત્મહત્યા કરવા પાછળના કારણ અંગેની તપાસ ચાલુ કરી છે.