ફતેપુરા,
ફતેપુરા તાલુકામાં ડાંગરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થઈ છે. હાલ ખેડુતો દ્વારા ડાંગરના વેચાણની સીઝન ચાલી રહી છે. ફતેપુરા તથા સુખસર માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા નિયમ ભાવ કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરી રહ્યા હોવાનુ જાણવા મળે છે. જયારે તાલુકાના બાવાની હાથોડ ગામ ખાતે આવેલા સરકારી અનાજ ગોડાઉન કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ડાંગર ખરીદ કરવામાં આવી રહી છે. જેથી મોટી સંખ્યામાં ખેડુતો આ સરકારી અનાજ ગોડાઉન ઉપર ડાંગરનુ વેચાણ કરવા આવી રહ્યા છે.
ફતેપુરા તથા સુખસર માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા 20 કિલો ડાંગરના રૂ.280 થી રૂ.320 સુધીના ભાવે ખરીદ કરાય છે. બાવાની હાથોડ સરકારી અનાજ ગોડાઉન ખાતે પ્રતિ મણ રૂ.408ના ભાવે ખરીદી કરાઈ રહી છે. અત્યાર સુધી બાવાની હાથોડ ખાતે કુલ અંદાજિત 50,87,964ના કુલ 7,126(2494.10 ક્વિન્ટલ)ડાંગર કટ્ટાની ખરીદી કરાઈ છે.