મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો વાંચીને મિત્રો પરથી વિશ્ર્વાસ ઉઠી જાય. સુરતમાં એક મિત્રના મોત પર બીજા મિત્રએ એવું કર્યું કે, માનવતા શર્મસાર થઈ જાય. કેન્સરથી મોતને ભેટેલા એક મિત્રનો મોબાઈલ ચોરીને બીજા મિત્રએ તેના ગુગલ પે પરથી ૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. મૃતકના ભાઈને આ વાતની ખબર પડતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ કિસ્સા વિશે જાણીએ તો, શહેરના કપોદ્રા વિસ્તારમા રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. સારવાર દરમિયાન નિકુલભાઈનું મોત નિપજ્યું હતું. આખો ગજેરા પરિવાર દીકરાના મોતથી આઘાતમાં સરી પડ્યો હતો. પરિવારના લોકો કલ્પાંત કરી રહ્યાં હતા. ત્યારે નિકુલભાઈની બારમાની વિધિમાં તેમનો નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. ત્યારે આવા દુખના ઘડીએ પણ મિત્રએ મોતનો મલાજો જાળવ્યો ન હતો. પરિવાર બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું. તે દરમિયાન મૃતક નિકુલભાઈની પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો.
કેન્સરમાં અકાળે મોતને ભેટેલા મિત્રની બારમાની વિધિમાં ફોન ચોરી કળા કરી હતી. મોબાઈલલ ફોન ચોરી લઇ ઓનલાઇન ગૂગલ-પેથી ત્રણ લાખ ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. પરિવાર બારમાની વિધિમાં હતો તેથી કોઈને ફોન યાદ આવ્ોય ન હતો. પરંતું બાદમાં ચેક કરતા ૩ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ખૂલ્યું હતું.
મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઇ એફઆઇઆર દાખલ કરાવી હતી. જે બાદ પોલીસે જોકે સતર્કતા વાપરી બગભગત મિત્ર સંદીપ દેસાઈને ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડા ૩ લાખ અને મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો. મૃતકના ભાઈ નરેન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ પણ કરી હતી.