નવી સરકાર પાસેથી અપેક્ષાઓ

નવી સરકાર પાસેથી અપેક્ષાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકારે કમાન સંભાળી લીધી છે. યુપીએ સરકારનાં દસ વર્ષોના કાર્યકાળમાં ગઠબંધનની રાજનીતિ દરમ્યાન શાસન કુપ્રબંધનની ચુંગાલમાં ફસાયેલું હતું, પરંતુ એનડીએના રાજમાં આથક સુધારાથી લઈને નિર્ણાયક ફેંસલાએ શાસનને નવું આયામ પ્રદાન કર્યું છે. તેને મળેલ બહુમત પણ તેની સ્વીકૃતિ છે. એવામાં એનડીએના નવા કાર્યકાળમાં પણ એ અપેક્ષાઓ છે કે સુધારાનો સિલસિલો પહેલાંની જેમ જ ઝડપ પકડશે. શ્રમ અને ભૂમિ અધિગ્રહણ જેવા ક્ષેત્ર હજુ પણ સુધારાની રાહ જોઈ રહ્યા છે, જે રોકાણને આકર્ષવા અને અનુકૂળ કારોબારી પરિવેશ બનાવવા માટે અત્યંત જરૂરી છે. જોકે સુધારાના કેટલાય મામલે બોલ રાજ્યોના પાલામાં હોય છે, પરંતુ સક્ષમ કેન્દ્ર આ મામલે પ્રભાવી પહેલ કરીને તેમને સહાય કરી શકે છે.

ભારતના દૃષ્ટિકોણથી આ બહુ મહત્ત્વપૂર્ણ છે કે જો તે જનસંખ્યાકીય લાભાંશની સંભાવનાઓને વટાવવા માગે તો તેના મોટા પાયે રોજગાર સર્જન કરવું પડશે. તેના માટે શિક્ષણ અને કૌશલ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જ બુનિયાદી માળખાને ઉન્નત બનાવવું બહુ જરૂરી હશે. નવી સરકારે અવિલંબ પોતાની પ્રાથમિક્તાઓ નક્કી કરીને આગળ વધવું પડશે.

સૌથી પહેલાં તો મૂડીગત વ્યયને પોતાની પ્રાથમિક્તામાં રાખવો પડશે. આ રાજસ્વ વ્યયની તુલનામાં આર્થિક વૃદ્ઘિને વધુ ગતિ આપે છે. છેેલ્લા કેટલાક બજેટ આ તથ્યની પુષ્ટિ કરનારા રહ્યા છે. તેથી રેલવે, રાષ્ટ્રીય રાજમાર્ગ, બંદર અને જળમાર્ગ જેવા બુનિયાદી માલખામાં રોકાણનો દાયરો ઓર વધારવો જોઇએ. આ ક્ષેત્ર બંધારણની સાતમી અનુસૂચિમાં સંઘ સૂચિના વિષય છે. એનાથી ન માત્ર આર્થિક ગતિવિધિઓ ઝડપ પકડે છે, બલ્કે દીર્ઘકાલીન વિકાસ લ-ય પણ સુનિશ્ચિત થાયછે. તેમાં એ પરિયોજનાઓને પ્રાથમિક્તા આપવી પડશે, જેમને કેન્દ્ર સરકાર સીધા લાગુ કરવાની સ્થિતિમાં હોય. રાજ્ય સરકારો સાથે બહેતર સમન્વય પણ બનાવવો પડશે, જેને કારણે હંમેશાં પરિયોજનાઓ લટકી જાય છે.

જનસંખ્યાકીય લાભાંશની વ્યાપક સંભાવનાઓને વટાવવા માટે નવી સરકારે સ્કૂલી શિક્ષણમાં સુધારાને મૂર્ત રૂપ આપવું જોઇએ. પાછલા કાર્યકાળમાં સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવી હતી. આ સરકાર રાજ્યોને એ નીતિ વહેલી તકે લાગુ કરવા માટે પ્રેરિત કરે. સાથે જ એ પણ ધ્યાન રાખવામાં આવે કે માત્ર સ્કૂલી શિક્ષણ જ પર્યાપ્ત નથી, પરંતુ તેની ગુણવત્તા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં શિક્ષણના અધિકાર કાયદાએ શિક્ષણ સુધી બાળકોની પહોંચ બહેતર બનાવી છે, પરંતુ નેશનલ અચિવમેન્ટ સર્વે એટલે કે એનએએસ અનુસાર શિક્ષણની ગુણવત્તામાં વિભિન્ન રાજ્યોના સ્તર પર વિસંગતિઓ જોવા મળી છે. એનએએસ ૨૦૨૧ અનુસાર ચંડીગઢ, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં છાત્ર ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં બહેતર પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને છત્તીસગઢ બહુ પાછળ રહ્યા છે. આ વિસંગતિને દૂર કરવા માટે રાજ્યોએ સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી કેન્દ્ર પાસે સહયોગ લઈને પ્રભાવી સમાધાન કરવું જોઇએ. આ અભિયાનમાં એનએએસના ડેટાનો ઉપયોગ કરીને લિક્ષત હસ્તક્ષેપ કરવામાં આવે. અયાપકોના પ્રશિક્ષણને પ્રાથમિક્તા મળે અને શૈક્ષણિક પ્રક્રિયામાં વાલીઓ અને સામુદાયિક સક્રિયતા વધારવામાં આવે. વિભિન્ન રાજ્યો વચ્ચે શિક્ષણના સ્તર પર બની રહેલી ખાઈને પૂરવા અને તેની ગુણવત્તા સુધારવા માટે આ પગલાં અત્યંત જરૂરી થઈ ગયાં છે.

શોધ અને વિકાસ (આરએન્ડડી) ઇકોસિસ્ટમ અને શોધ-સંશોધન અને નવાચારના સ્તર પર ભારત પડકારો સામે ઝઝૂમતું આવ્યું છે. એવામાં નવી સરકારે આ મોરચે ધ્યાન આપવું પડશે. દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એક ટકાથી ઓછી સંસ્થા જ ગુણવત્તાપરક શોધમાં સંલગદ્ઘ છે. તેનાથી દેશમાં સંશોધન સાથે જોડાયેલ ક્ષમતાઓ સંપૂર્ણ રીતે આકાર નથી લઈ શક્તી. આ સંસ્થાઓમાં નાણાંકીય સંસાધનોનો અભાવ અને કેટલીક અવરોધક નીતિઓ તેના માટે જવાબદાર છે. ભારતમાં આરએન્ડડી ખર્ચ જીડીપીના અનુપાત અનુસાર બહુ મામૂલી છે. આ મામલે તે ચીન અને અમેરિકા જેવા નવાચારમાં અગ્રણી દેશોથી ઘણું પાછળ છે. તે ઉપરાંત, હાલનાં વર્ષોમાં રાજકોષીય અનુશાસન અને આર્થિક સુધારાએ આઇઆઇટી, આઇઆઇએસઇઆર અને આઇઆઇએસ જેવી સંસ્થાઓ માટે સંસાધનોની ઉપલબ્ધતા અને તેના નીતિગત લચીલાપણાને પ્રભાવિત કર્યું છે.