ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ દાખલ

ગુજરાતમાં અવારનવાર કૌભાંડ બહાર આવતા હોય છે. ત્યારે ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ દાખલ થઇ છે.અપ્રમાણસર મિલક્તની એસીબીમાં ફરિયાદ નોંધાઇ છે.ઝ્રર્સ્ંની મંજૂરી બાદ કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અજય ચૌહાણે તેમના સગા- સબંધીઓને પરવાનગી વગર હવાઈ મુસાફરી કરી હોવાનું પણ સામે આવ્યુ છે.

કંપનીના વાઉચર અને બિલમાં સહી કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો.ટેન્ડર વગર કરોડોના કામો આપી ૭૨ લાખથી વધુનું કૌભાંડ આચર્યુ હતુ.અલ્પેશ ત્રિપાઠી અને અલ્પેશ પ્રજાપતિ સામે પણ ફરિયાદ દાખલ થઇ છે.ગુજસેલના સિનિયર ચીફ સિક્યુરિટી ઓફિસર અને જનરલ મેનેજર ફરિયાદ કરી હતી.