
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો છે. માલવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર રેતીથી ભરેલો ટ્રક પલટી ગયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના આઠ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક બાળકી ઘાયલ થઈ હતી. આ અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. પોલીસે મૃતદેહના પંચનામા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જેસીબીની મદદથી ટ્રક નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
મલ્લવાન પોલીસ સ્ટેશન વિસ્તારના કટરા વિલ્હૌર રોડ પાસે ઝૂંપડીમાં રહેતા તે પરિવારને ખબર નહીં હોય કે આ રાત તેમની છેલ્લી રાત હશે. તેઓએ રાતે ખાધું અને પછી ઘરની બહાર સૂઈ ગયા હતા. ત્યારે અચાનક મોડી રાત્રે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક કાબુ બહાર જઈને રોડ કિનારે ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર પલટી મારી ગઈ હતી.
જેના કારણે એક જ પરિવારના આઠ લોકોના મોત થયા હતા. આ ઘટનાના સમાચાર આખા વિસ્તારમાં વાયુવેગે આ સમાચાર ફેલાઇ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી તમામને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. જેસીબીની મદદથી ટ્રક નીચે દટાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં માત્ર એક માસૂમ બાળકી બચી હતી. જેની પણ હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા આસપાસથી તમામ લોકો ત્યાં મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ આ ઘટના બાદ પોલીસે ટ્રક નીચે દટાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.